News Continuous Bureau | Mumbai
Share market Updates : ગઈકાલે એટલે કે મંગળવારે લોકસભાની ચૂંટણીના પરિણામોથી શેરબજાર ( Share Market news ) માં કડાકો બોલાયો હતો અને જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આજે ભારતીય બજાર કંઈક અંશે રિકવર થતું જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ 950 પોઈન્ટ ચઢીને 73 હજારની પાર ખુલવામાં સફળ રહ્યો છે. તો NSEનો નિફ્ટી 243.85 (1.11 ટકા)ના વધારા સાથે 22,128 પર ખુલ્યો હતો
Share market Updates : આઈટી શેર સેલઓફમાં પણ મજબૂત ઊભું રહ્યું
આજે પણ આઈટી શેર એક ટકાથી વધુ વધી રહ્યા છે અને આ એ જ ક્ષેત્ર છે જે ગઈકાલના ઓલરાઉન્ડ સેલઓફમાં પણ મજબૂત ઊભું હતું. એફએમસીજી સેક્ટરના શેરોમાં આજે ઉત્સાહ છે અને માત્ર આ જ બજારને થોડો ટેકો પૂરો પાડવા સક્ષમ છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai rain : મુંબઈમાં વરસાદનું એક ઝાપટું અને ગાંધી માર્કેટ ડૂબી ગયું.. જુઓ વિડીયો..
Share market Updates : માર્કેટના હાલ
આજે સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 52.96 પોઈન્ટ અથવા 0.07 ટકાના ઉછાળા સાથે 72,132.01 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 12.50 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 21,897.00 પર જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 1143 શેર વધ્યા હતા. જ્યારે 1929 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 91 શેર હતા જેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)