News Continuous Bureau | Mumbai
Share Market updates : સપ્ટેમ્બર 2024 ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં આવેલા ભારે ઘટાડા ( Share Market Fall ) થી સમગ્ર મહિના દરમિયાન બજારમાં તેજીનો ઉત્સાહ બરબાદ થયો છે. મહિનાના છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા છે. બેંકિંગ – ઓટો સેક્ટરના શેરો અને શેરબજારની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં બોલાયેલા કડાકાના પગલે શેર બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે ( Share Market closing ) BAE સેન્સેક્સ 1,272 પોઈન્ટના ઘટાડા સાથે 84,299 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 368 પોઈન્ટના ઘટાડા સાથે 25,811 પોઈન્ટ પર બંધ થયો હતો.
Share Market updates : 30 શેરોમાંથી 5 શેર ઉછાળા સાથે અને 25 નુકસાન સાથે બંધ થયા
આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર ઉછાળા સાથે અને 25 નુકસાન સાથે બંધ થયા છે. વધતા શેરોમાં JSW સ્ટીલ 2.86 ટકાના વધારા સાથે, NTPC 1.27 ટકાના વધારા સાથે, ( Share Market News ) ટાટા સ્ટીલ 1.17 ટકાના વધારા સાથે, ટાઇટન 0.41 ટકાના વધારા સાથે, એશિયન પેઇન્ટ્સ 0.22 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે રિલાયન્સનો શેર 3.23 ટકા, એક્સિસ બેન્ક 3.12 ટકા, ICICI બેન્ક 2.58 ટકા, નેસ્લે 2.12 ટકા, ટેક મહિન્દ્રા 2.10 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.03 ટકા, મારુતિ સુઝુકી 1.99 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
Share Market updates : રોકાણકારોના રૂ. 3.70 લાખ કરોડ ધોવાયા
શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારો ( Investors ) ને આજના સત્રમાં ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 474.25 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 477.93 લાખ કરોડ પર બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને 3.68 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Sharket updates : મેટલ્સ અને મીડિયા શેરો ઉછાળા સાથે બંધ થયા
માર્કેટમાં સૌથી વધુ પ્રોફિટ બુકિંગ બેન્કિંગ શેર્સમાં જોવા મળ્યું છે. નિફ્ટી બેંક પણ 857 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો અને આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા, ( Share Market Down ) એફએમસીજી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં પણ વેચવાલી જોવા મળી હતી. માત્ર મેટલ્સ અને મીડિયા શેરો ઉછાળા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Anil Ambani Super Stock: શેરબજારમાં કડાકો, પણ અનિલ અંબાણીની આ કંપનીના શેર બન્યા રોકેટ, રોકાણકારો કરી રહ્યા છે કમાણી…
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)