News Continuous Bureau | Mumbai
Stock Market Closing :ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટકી રહ્યો નથી અને આજે પણ લાલ નિશાનમાં બંધ થયો છે. જોકે, બજાર બંધ થવાના સમયે બેન્ક નિફ્ટી લીલા બુલિશ માર્કમાં બંધ થયો હતો. શેરબજાર આજે મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 110.64 પોઈન્ટ્સ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 77,580 પર અને NSE નિફ્ટી 26.35 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 23,532 પર બંધ થયો. જો કે આજે બેન્ક નિફ્ટીમાં સારી ચાલ જોવા મળી હતી અને તે 91 પોઈન્ટ વધીને 50,179 પર બંધ થયો હતો.
Stock Market Closing : આ શેરમાં વધારો થયો
સેન્સેક્સના 30 શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, એનટીપીસી, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, પાવર ગ્રીડ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ અને બજાજ ફિનસર્વ મુખ્ય હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને HDFC બેંકના શેરમાં વધારો થયો હતો. નિફ્ટી બેન્ક, ઓટો, મીડિયા લીલા નિશાનમાં રહ્યા જ્યારે એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક લાલ નિશાનમાં રહ્યા.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રમાં ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર અંગે ભાજપને ઝટકો, કોઈએ સલાહ આપી તો કોઈએ ઊઠાવ્યાં સવાલો.. જાણો કોણે શું કહ્યું…
Stock Market Closing : આ શેરો લાલ નિશાને થયા બંધ
એચયુએલમાં મહત્તમ 3.08%નો ઘટાડો, જ્યારે નેસ્લે ઇન્ડિયાનો શેર 2.35%, એનટીપીસી 2.33%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.89%, પાવર ગ્રીડના શેરમાં 1.86%નો ઘટાડો નોંધાયો હતો
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)