Site icon

Stock Market Crash: શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો; રોકાણકારોના અધધ 15 લાખ કરોડ ડૂબ્યા… પણ આ સેક્ટરના શેર વધ્યા..

Stock Market Crash: ઘરેલુ શેરબજારમાં રોકાણકારોને સતત બીજા દિવસે ભારે નુકસાન થયું. ટ્રેડિંગના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સનો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક 808.65 પોઈન્ટ અથવા 0.98% ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો

Stock Market Crash Sensex tanks 808 points amid sell-off as geopolitical tensions rise

Stock Market Crash Sensex tanks 808 points amid sell-off as geopolitical tensions rise

News Continuous Bureau | Mumbai 

  Stock Market Crash: પશ્ચિમ એશિયાના દેશોમાં તણાવને કારણે કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્ર અને સતત પાંચમા દિવસે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. દિવસભર બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું પરંતુ દિવસ દરમિયાન સેન્સેક્સ 870 પોઈન્ટ અને નિફ્ટી 235 પોઈન્ટ ઉછળ્યો ( Share Market Updates ) હતો. જોકે ટ્રેડિંગના અંત પહેલા, બજારમાં તીવ્ર પ્રોફિટ બુકિંગ ફરી વળ્યું અને સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી ઘટીને 1835 અને નિફ્ટી 520 પોઇન્ટ સુધી ગબડી ગયો. બજારમાં આ ઘટાડો FMCG, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વેચવાલીથી થયો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 808 પોઈન્ટના ઘટાડા સાથે 81,688 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 200 ( Sensex nifty news ) પોઈન્ટના ઘટાડા સાથે 25049 પોઈન્ટ પર બંધ થયો હતો.

Join Our WhatsApp Community

  Stock Market Crash: રોકાણકારોને રૂ. 3.70 લાખ કરોડનું નુકસાન થયું  

ગઈકાલની જેમ આજે પણ બજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન વેઠવું પડે છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 461.05 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 465.05 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 3.70 લાખ કરોડનું નુકસાન થયું છે. આમ આ સપ્તાહે ભારતીય શેરબજારની ( Sensex and Nifty in Red ) માર્કેટ કેપમાં રૂ. 17 લાખ કરોડનો ઘટાડો થયો.

  Stock Market Crash: સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર ઉછાળા સાથે બંધ થયા

BSE પર ટ્રેડેડ કુલ 4054 શેરોમાંથી 1532 શેર્સ લાભ સાથે અને 2386 શેર નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 22 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 ( Share Market News ) શેરોમાંથી 13 વધ્યા અને 37 નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં ઈન્ફોસિસ 1.33 ટકા, ટેક મહિન્દ્રા 0.83 ટકા, ટાટા મોટર્સ 0.51 ટકા, એક્સિસ બેન્ક 0.50 ટકા, ટીસીએસ 0.42 ટકા, એસબીઆઈ 0.28 ટકા, એચસીએલ ટેક 0.72 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.58 ટકાના ઘટાડા સાથે, બજાજ ફાઇનાન્સ 3.01 ટકાના ઘટાડા સાથે, નેસ્લે 2.85 ટકાના ઘટાડા સાથે, એશિયન પેઇન્ટ્સ 2.49 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

આ સમાચાર પણ વાંચો : Share Market crash : લાલચોળ થયું શેરબજાર! સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો; આ મંદી પાછળ શું છે કારણ.. જાણો

  Stock Market Crash:   તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો 

આજના કારોબારમાં આઈટી શેરો સિવાય અન્ય તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર, મીડિયા, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર્સ ઘટાડા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version