News Continuous Bureau | Mumbai
Stock Market Crash: ઘરેલુ શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી પરંતુ બજાર ખુલ્યાની 20 મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. હાલ સેન્સેક્સ અને નિફ્ટી બંને પીટાઈ રહ્યા છે અને જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં તીવ્ર ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે IT શેરમાં આવેલા જબરદસ્ત ઘટાડાને કારણે આજે વધુ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
Stock Market Crash: BSE સેન્સેક્સની સ્થિતિ
હાલમાં BSE સેન્સેક્સ માટે સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે અને તે 866.77 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 78,857 પર આવી ગયો છે. NSE નિફ્ટી 295.50 પોઈન્ટ અથવા 1.22 ટકાના ઘટાડા સાથે 24,008 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.
Stock Market Crash: સેન્સેક્સના માત્ર આટલા શેરમાં તેજી
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5માં વધારો જોવા મળી રહ્યો છે અને તેના 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. M&M, Tech Mahindra, HCL Tech, HUL, IndusInd Bankના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં સન ફાર્મા 3 ટકાથી વધુ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 3 ટકા નીચે છે. અદાણી પોર્ટ્સ 2.55 ટકા અને NTPC 2.05 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market updates : દિવાળી પૂર્વે શેરબજારમાં મંદી ને લાગી બ્રેક, સેન્સેક્સ 251 અંક ઉછળ્યો.. આ શેર કરાવી રહ્યા છે કમાણી..
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
