Site icon

Stock Market High : મંગળવાર શેરબજાર માટે મંગળમય, ભારતીય શેર માર્કેટે શાનદાર વાપસી કરી, રોકાણકારોએ કર્યા આટલા કરોડ રિકવર

Stock Market High : ભારતીય મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી આજે સોમવારના ઘટાડામાંથી રિકવર થયા. આજે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા, જેમાં સેન્સેક્સ 74,000 ને પાર કરી ગયો અને નિફ્ટી 22,500 થી ઉપર ગયો.

Stock Market High Sensex rises 1,135 points, market closes in green

Stock Market High Sensex rises 1,135 points, market closes in green

News Continuous Bureau | Mumbai 

 Stock Market High  : નવા નાણાકીય વર્ષ એપ્રિલ મહિનામાં 7 એપ્રિલ સુધીમાં, શેરબજારના રોકાણકારોના 24 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કોઈને ખાતરી નહોતી કે સેન્સેક્સ અને નિફ્ટી ફરી પાછા ફરશે. પરંતુ આજે એટલે કે કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી.. સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર વાપસી કરી. એક સમયે સેન્સેક્સમાં 1700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બજાર બંધ થાય ત્યાં સુધી સેન્સેક્સે 1000 પોઈન્ટથી વધુના વધારાથી સંતોષ માનવો પડ્યો. જોકે, બજાર બંધ થાય ત્યાં સુધીમાં શેરબજારના રોકાણકારોએ 7.50 લાખ કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી હતી.

Join Our WhatsApp Community

 Stock Market High  : સોમવારે સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો 

મહત્વનું છે કે એક દિવસ પહેલા એટલે કે સોમવારે સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો અને રોકાણકારોને 14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ટ્રેડિંગ સેશન દરમિયાન, સેન્સેક્સ 3939 પોઈન્ટ ઘટ્યો હતો અને નુકસાન લગભગ 25 લાખ કરોડ રૂપિયા હતું. આ આંકડા પરથી સમજી શકાય છે કે શેરબજારે કેવી રીતે પુનરાગમન કર્યું છે. તે પણ એવા સમયે જ્યારે ટ્રમ્પ ટેરિફ અને ચીનની જવાબી કાર્યવાહી ચાલુ છે. પરંતુ ટ્રમ્પે વિશ્વના દેશોને ટેરિફ પર વાટાઘાટો કરવાનો સંકેત આપ્યો છે. જેના કારણે શેરબજારને ટેકો મળી રહ્યો હોય તેવું લાગે છે.  

 Stock Market High  : શેરબજારમાં તેજી

મંગળવાર શેર બજાર માટે શુભ સાબિત થયો છે. આજે ભારતીય શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક, સેન્સેક્સ, લગભગ દોઢ ટકા એટલે કે 1089.18 પોઈન્ટના વધારા સાથે 74,227.08 પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ સેશન દરમિયાન, સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધુ વધીને 74,859.39 પોઈન્ટ પર પહોંચ્યો. મંગળવારે સેન્સેક્સ 74,013.73 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. એક દિવસ પહેલા, સેન્સેક્સ 200 થી વધુ પોઈન્ટ ઘટીને 73,137.90 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : US China Trade War : મેં ઝુકેગા નહીં… ડ્રેગન પર ટ્રમ્પની ધમકીની કોઈ અસર નહીં.. અંત સુધી લડવાની લીધી પ્રતિજ્ઞા…

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી પણ 1.69 ટકા એટલે કે 374.25 પોઈન્ટના વધારા સાથે 22,535.85 પોઈન્ટ પર બંધ થયો. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન, નિફ્ટીમાં 535.6 પોઈન્ટનો વધારો જોવા મળ્યો અને તે દિવસના ઉચ્ચતમ સ્તર 22,697.20 પોઈન્ટ પર પહોંચ્યો. આમ તો, આજે સવારે નિફ્ટી 22,446.75 પોઈન્ટ પર ખુલ્યો. એક દિવસ પહેલા નિફ્ટીમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

 Stock Market High  : કયા શેરોમાં વધારો થયો

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 મુખ્ય શેરોમાંથી, 29 શેર લીલા નિશાનમાં બંધ થયા. ટાટા ગ્રુપની ટાઇટન કંપનીમાં સૌથી વધુ તેજી જોવા મળી. ટાઇટન, બજાજ ફાઇનાન્સ અને એસબીઆઇના શેરમાં 3 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. બીજી તરફ, L&T, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ઝોમેટોના શેરમાં 2.50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રાના શેરમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ, આઇટીસી, ટાટા મોટર્સના શેરમાં દોઢ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સન ફાર્માના શેર 1 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા. પાવરગ્રીડના શેરમાં 0.14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

 Stock Market High  : રોકાણકારોને ફાયદો

આ ઉછાળાથી શેરબજારના રોકાણકારોને રિકવર થવામાં મદદ મળી. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, એક દિવસ પહેલા બજાર બંધ થયા પછી BSEનું માર્કેટકેપ રૂ. 3,89,25,660.75 કરોડ જોવા મળ્યું હતું. જ્યારે મંગળવારે શેરબજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3,96,81,516.66 કરોડ થયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ એક દિવસમાં 7,55,855.91 કરોડ રૂપિયા વસૂલ્યા છે. એપ્રિલ મહિનામાં, 7 એપ્રિલ સુધી 5 કાર્યકારી દિવસોમાં 24 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version