Site icon

Stock Market Surge: શેરબજારમાં આનંદ – આનંદ… સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23500 ક્રોસ, મૂડી 4 લાખ કરોડ વધી

Stock Market Surge: શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી

Share Market Updates : Sensex gains over 300 pts, Nifty above 25,100; bank & auto stocks lead rally

Share Market Updates : Sensex gains over 300 pts, Nifty above 25,100; bank & auto stocks lead rally

News Continuous Bureau | Mumbai

 Stock Market Surge:  શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. જે 10.39 વાગ્યે 757.97 પોઈન્ટના ઉછાળે 77663.48 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 4.21 લાખ કરોડનો વધારો થયો છે

Join Our WhatsApp Community

 Stock Market Surge: નિફ્ટી 50માં 23500નું લેવલ ક્રોસ

 નિફ્ટી50 પણ આકર્ષક સુધારા સાથે આગેકૂચ કરી રહ્યો છે. આજે નિફ્ટી 23500ના મજબૂત તેજીના સપોર્ટ લેવલે ખૂલ્યા બાદ 23583.25ની સપાટીએ પહોંચ્યો હતો. જે 10.41 વાગ્યે 223.80 પોઈન્ટના ઉછાળે 23574.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં નીચા મથાળે ખરીદી વધતાં બેન્ક નિફ્ટી 996 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થઈ રહ્યા છે. આર્થિક ગતિવિધિઓ મજબૂત બની છે. પરિણામે વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારો જોવા મળ્યો છે. ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે છેલ્લા લગભગ એક માસથી ચાલી રહેલી મંદીનો અંત આવ્યો છે. માર્કેટે તેજીનો યુટર્ન લીધો છે.

આ સમાચાર પણ વાંચો : Share Market High : યુએસ ફેડ મીટિંગની ભારતીય શેરબજાર પર સકારાત્મક અસર, સેન્સેક્સ નિફટીમાં શાનદાર તેજી ; આ શેર કરાવી રહ્યા છે કમાણી..

 Stock Market Surge:  વિદેશી રોકાણકારોનું કમબેક

 ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કમબેક થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને ટેકો મળ્યો છે. શુક્રવારે એફઆઈઆઈએ રૂ. 7470.36 કરોડનું રોકાણ નોંધાવ્યુ હતું. એફઆઈઆઈના કમબેક સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Shahbaz Sharif: પાકિસ્તાનની બેવડી નીતિ: તાલિબાનના હુમલાથી ગભરાઈને ભારત પર દોષ ઢોળ્યો, પણ શાંતિ વાટાઘાટોની લગાવી ગુહાર
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version