Stock Market Today: શેરબજારમાં તેજીનો પરપોટો ફૂટ્યો? સેન્સેક્સમાં 700 પોઈન્ટનું ગાબડું, જાણો કયા શેરો સૌથી વધુ તૂટ્યા

Stock Market Today: સીઝફાયર પર વધતા સંશય અને ક્રૂડ ઓઈલના ભાવ વધતા રોકાણકારોમાં ફફડાટ; સેન્સેક્સ ફરી 77000 ની નીચે સરક્યો.

by Akash Rajbhar
Stock Market Today Sensex tanks over 700 points as uncertainty grows over US-Iran ceasefire.

News Continuous Bureau | Mumbai

બુધવારની તોફાની તેજી બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં ગાબડું જોવા મળ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સીઝફાયરને લઈને વધી રહેલી અનિશ્ચિતતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટતા 77000 ના સ્તરની નીચે આવી ગયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 170 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. રોકાણકારો અત્યારે ‘પ્રોફિટ બુકિંગ’ અને સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે.ગુરુવારે સવારે બજાર ખુલતાની સાથે જ દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 741 પોઈન્ટ ગગડીને 76,821 ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 177 પોઈન્ટ નીચે 23,820 પર આવી ગયો હતો. મેટલ અને ફાર્મા સેક્ટરને બાદ કરતા રિયલ્ટી, બેન્કિંગ અને ઓટો ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ગ્લોબલ સંકેતો અને એશિયન બજારોમાં નરમાશ

ગુરુવારે એશિયન બજારોમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનો નિક્કેઈ (Nikkei) અને દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) નોંધપાત્ર રીતે ઘટ્યા છે. જોકે, બુધવારે વોલ સ્ટ્રીટ અને અમેરિકી બજારોમાં જોરદાર તેજી રહી હતી, પરંતુ સીઝફાયરની શરતો પર અમેરિકી અને ઈરાની નેતાઓના વિરોધાભાસી નિવેદનોએ બજારનો મૂડ બગાડ્યો છે. ગિફ્ટ નિફ્ટીએ (Gift Nifty) સવારથી જ નબળા ઓપનિંગના સંકેત આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Israel-Lebanon War: ઇઝરાયેલની ૧૦૦ મિસાઇલોએ ૧૦ મિનિટમાં લેબનોનને સ્મશાનમાં ફેરવ્યું, ૨૫૦ ના મોતથી વિશ્વયુદ્ધના એંધાણ!

કાચા તેલમાં ફરી તેજી અને હોર્મુઝ પર સંકટ

સીઝફાયર છતાં હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) હજુ સંપૂર્ણપણે ખુલી નથી, જેના કારણે ક્રૂડ ઓઈલની સપ્લાય અંગે ચિંતા વધી છે. બ્રેન્ટ ક્રૂડ ફરી 97 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચી ગયું છે. તેલની કિંમતોમાં આ વધારો ભારત જેવા આયાતકાર દેશો માટે નકારાત્મક સંકેત છે. આ ઉપરાંત ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે વધતી સૈન્ય કાર્યવાહીએ પણ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.

ઇન્ફોસિસ અને M&M માં ઘટાડો, NTPC ગ્રીન ઝોનમાં

શેરબજારના મુખ્ય શેરોની વાત કરીએ તો ઇન્ફોસિસ (Infosys), એલ એન્ડ ટી (L&T), ઇન્ડિગો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લુઝર રહ્યા છે. બીજી તરફ, એનટીપીસી (NTPC), ટાટા સ્ટીલ અને પાવર ગ્રીડ જેવા શેરોમાં થોડી તેજી જોવા મળી છે. એક્સપર્ટ્સના મતે, જ્યાં સુધી કાચા તેલના ભાવ સ્થિર નહીં થાય અને સીઝફાયર પર સ્થિતિ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી બજારમાં અસ્થિરતા (Volatility) જળવાઈ રહેશે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More