Stock market update: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટનો ઉછળ્યો, આ શેર કરાવી રહ્યા છે કમાણી.. 

Stock market update:  જોરદાર તેજી વચ્ચે આજે શેરબજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 980 પોઈન્ટ ઉછળીને 80086ને પાર કરી ગયો છે. જ્યારે નિફ્ટી 297 પોઈન્ટના ઉછાળા સાથે 24440 ના સ્તર પર છે.

by kalpana Verat
 Stock market update Sensex soars 1,000 pts, Nifty above 24,400; IT stocks shine

News Continuous Bureau | Mumbai

Stock market update: ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદીને કારણે BSE સેન્સેક્સ 1200 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. આજના સેશનમાં સેન્સેક્સ ફરી 80,000ના આંકને વટાવીને 80316 પોઈન્ટ પર પહોંચી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટી 24,495 પોઈન્ટ પર પહોંચી ગયો છે. 

Stock market update: આ શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે

બજારમાં આ ઉછાળામાં મોટો ફાળો આઇટી શેરનો છે જે ભારે ઉછાળો દર્શાવે છે. Mphasis 6.77 ટકાના વધારા સાથે અને L&T ટેક્નોલોજી 5.78 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. વિપ્રો અને કોફોર્જમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને બંને શેર 3 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Share market update: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ફુલગુલાબી તેજી, ઉછાળા સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી; રોકાણકારો થયા માલામાલ..

Stock market update:બેન્કિંગ શેરોમાં પણ ખરીદારી 

બેન્કિંગ શેરોમાં પણ ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્ક 850 પોઈન્ટના ઉછાળા સાથે 50,585 પોઈન્ટ પર ટ્રેડ કરી રહી છે, જ્યારે મિડકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 930 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Join Our WhatsApp Community

You may also like