Site icon

Stock Market Updates :RBIની મોનેટરી પોલિસીની જાહેરાત પહેલાં શેરબજાર પર દબાણ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતા જ આટલા પોઇન્ટ તૂટ્યા..

Stock Market Updates : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી રિવ્યુ કમિટીની બેઠકના નિર્ણય પહેલા આજે સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,200 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Stock Market Updates Sensex slips 200 pts, Nifty below 24,250 ahead of RBI's rate cut decision today

Stock Market Updates Sensex slips 200 pts, Nifty below 24,250 ahead of RBI's rate cut decision today

News Continuous Bureau | Mumba

Stock Market Updates : શેરબજારો માટે આ અઠવાડિયું ખૂબ જ તોફાની રહ્યું છે. જ્યારે સોમવારે દેશના ઈતિહાસમાં શેરબજાર ( Share Market news ) માં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જે બાદ બજારે રિકવરી દર્શાવી હતી, પરંતુ કરેક્શનના ભય સાથે. આજે ફરી ગુરુવારે બજારમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીની શરૂઆત નકારાત્મક વલણ સાથે થઈ છે. 

Join Our WhatsApp Community

Stock Market Updates : સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી રિવ્યુ કમિટીની બેઠકના નિર્ણય પહેલા આજે સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,200 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીમાં 50 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 24,250 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Stock Market Updates : ઓઈલ એન્ડ ગેસ અને મેટલ ઈન્ડેક્સમાં લગભગ 1%નો ઘટાડો

સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં વધારો જોવા મળી રહ્યો છે. આજે આઈટી, બેન્કિંગ અને મેટલ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ અને મેટલ ઈન્ડેક્સમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024 : મીરાબાઈ ચાનુ માત્ર 1 કિગ્રાના અંતરથી મેડલ ચૂકી; ચોથા નંબરે રહી..

  Stock Market Updates : બુધવારે શેરબજારમાં સારી રિકવરી

સતત ત્રણ દિવસના ઘટાડા બાદ બુધવારે શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 304.95 પોઈન્ટના ઉછાળા સાથે 24,297.50 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. 

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.) 

Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Stock Market Today:ટ્રમ્પની ધમકી બેઅસર, શેરબજાર ખુલતાની સાથે જ ઉછળ્યું; સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો
 Share Market High:  શેરબજારમાં રોનક પાછી ફરી: રિલાયન્સ અને HDFC બેંકના દમ પર સેન્સેક્સ ૪૪૬ અંક ઉછળ્યો, રોકાણકારોને રૂ. ૩.૬૩ લાખ કરોડનો ફાયદો! 
Exit mobile version