News Continuous Bureau | Mumbai
Stock Market Updates: વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર હુમલા કરી રહ્યા છે. યુદ્ધના ભણકારાના પગલે ભારતીય શેર બજાર પર દબાણ આવી ગયું છે. પ્રી-ઓપનિંગ સેશનમાં માર્કેટમાં દબાણ જોવા મળ્યું છે. સેન્સેક્સ 1215.09 પોઈન્ટ અથવા 1.49 ટકાના ઘટાડા સાથે 83,021.82 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતા. જ્યારે નિફ્ટી 420.40 પોઈન્ટ અથવા 1.63 ટકાના ઘટાડા સાથે 25,376.50 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતા. ઓપનિંગ બેલ પર, BSE સેન્સેક્સ 704 પોઈન્ટ્સ અથવા 0.84 ટકાના ઘટાડા સાથે 83,561 પર છે, જ્યારે નિફ્ટી 50 231 પોઈન્ટ્સ અથવા 0.9 ટકાના ઘટાડા સાથે 25,565 પર ટ્રેડ કરી રહ્યો છે. તમામ સેક્ટર લાલ નિશાનમાં છે.
Stock Market Updates: ગિફ્ટ નિફ્ટીમાં 200 પોઈન્ટનો મોટો ઘટાડો
તો બીજી તરફ ગિફ્ટ નિફ્ટીમાં 200 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, જાપાનનું માર્કેટ 2 ટકા વધ્યું છે. અમેરિકન બજાર પણ ગઈ કાલે નજીવા વધારા સાથે બંધ થયું હતું. ચીન અને કોરિયાના બજારો બંધ છે. દરમિયાન ઈરાન પર ઈઝરાયેલના વળતા હુમલાના ભયને કારણે ક્રૂડ ઓઈલમાં આગ લાગી છે. બ્રેન્ટ લગભગ 5 ટકા ઉછળીને $75 પર પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે ઈરાનના પરમાણુ સ્થળો પર ઈઝરાયેલના હુમલાને સમર્થન આપવામાં આવશે નહીં.
Stock Market Updates:લાલ નિશાનમાં સપાટ બંધ થયા
આ પહેલા મંગળવારે (01 ઓક્ટોબર) ભારતીય શેરબજારો નબળા ખુલ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં તે લીલામાં આવી ગયા હતા. જો કે, બંને સૂચકાંકો લાંબા સમય સુધી ઉપલા સ્તરને પકડી શક્યા ન હતા અને વેચાણના દબાણ હેઠળ લપસી ગયા હતા. ફ્લેટ ટ્રેડિંગ વચ્ચે બજાર અસ્થિર રહ્યું હતું. સાંજે સત્રના અંતે, બજારો દિવસની નીચી સપાટીથી થોડો સુધારો કર્યા પછી લાલ નિશાનમાં સપાટ બંધ થયા હતા. NSE નો નિફ્ટી 13.95 પોઈન્ટ ઘટીને 0.05% ના ઘટાડા સાથે 25,796.90 પર બંધ થયો. બીએસઈ સેન્સેક્સ પણ 33.49 પોઈન્ટ ઘટીને 84,266.29 ના સ્તરે અને 0.04% ઘટીને બંધ થયો.
આ સમાચાર પણ વાંચો : Share market Updates : મહિનાના પહેલા જ દિવસે સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે થયા બંધ, આ સેક્ટરના શેરોમાં જોવા મળી તેજી..
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)