Stock Market Updates: ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારતીય શેર બજાર પર, પ્રિ-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 1200 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25400 પર

Stock Market Updates Sensex Tanks Over 900 Points, Nifty Below 25,550; All Sectors In Red
Stock Market Updates Sensex Tanks Over 900 Points, Nifty Below 25,550; All Sectors In Red

News Continuous Bureau | Mumbai 

Stock Market  Updates: વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર હુમલા કરી રહ્યા છે. યુદ્ધના ભણકારાના પગલે ભારતીય શેર બજાર પર દબાણ આવી ગયું છે. પ્રી-ઓપનિંગ સેશનમાં માર્કેટમાં દબાણ જોવા મળ્યું છે. સેન્સેક્સ 1215.09 પોઈન્ટ અથવા 1.49 ટકાના ઘટાડા સાથે 83,021.82 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતા. જ્યારે નિફ્ટી 420.40 પોઈન્ટ અથવા 1.63 ટકાના ઘટાડા સાથે 25,376.50 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતા.  ઓપનિંગ બેલ પર, BSE સેન્સેક્સ 704 પોઈન્ટ્સ અથવા 0.84 ટકાના ઘટાડા સાથે 83,561 પર છે, જ્યારે નિફ્ટી 50 231 પોઈન્ટ્સ અથવા 0.9 ટકાના ઘટાડા સાથે 25,565 પર ટ્રેડ કરી રહ્યો છે. તમામ સેક્ટર લાલ નિશાનમાં છે. 

Stock Market Updates: ગિફ્ટ નિફ્ટીમાં 200 પોઈન્ટનો મોટો ઘટાડો

તો બીજી તરફ ગિફ્ટ નિફ્ટીમાં 200 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, જાપાનનું માર્કેટ 2 ટકા વધ્યું છે. અમેરિકન બજાર પણ ગઈ કાલે નજીવા વધારા સાથે બંધ થયું હતું. ચીન અને કોરિયાના બજારો બંધ છે. દરમિયાન ઈરાન પર ઈઝરાયેલના વળતા હુમલાના ભયને કારણે ક્રૂડ ઓઈલમાં આગ લાગી છે. બ્રેન્ટ લગભગ 5 ટકા ઉછળીને $75 પર પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે ઈરાનના પરમાણુ સ્થળો પર ઈઝરાયેલના હુમલાને સમર્થન આપવામાં આવશે નહીં.

Stock Market Updates:લાલ નિશાનમાં સપાટ બંધ થયા 

 આ પહેલા મંગળવારે (01 ઓક્ટોબર) ભારતીય શેરબજારો નબળા ખુલ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં તે લીલામાં આવી ગયા હતા. જો કે, બંને સૂચકાંકો લાંબા સમય સુધી ઉપલા સ્તરને પકડી શક્યા ન હતા અને વેચાણના દબાણ હેઠળ લપસી ગયા હતા. ફ્લેટ ટ્રેડિંગ વચ્ચે બજાર અસ્થિર રહ્યું હતું. સાંજે સત્રના અંતે, બજારો દિવસની નીચી સપાટીથી થોડો સુધારો કર્યા પછી લાલ નિશાનમાં સપાટ બંધ થયા હતા. NSE નો નિફ્ટી 13.95 પોઈન્ટ ઘટીને 0.05% ના ઘટાડા સાથે 25,796.90 પર બંધ થયો. બીએસઈ સેન્સેક્સ પણ 33.49 પોઈન્ટ ઘટીને 84,266.29 ના સ્તરે અને 0.04% ઘટીને બંધ થયો.

આ સમાચાર પણ વાંચો : Share market Updates : મહિનાના પહેલા જ દિવસે સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે થયા બંધ, આ સેક્ટરના શેરોમાં જોવા મળી તેજી..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!