News Continuous Bureau | Mumbai
Stock Market: ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ( Indian Economy ) બની ગઈ છે, ત્યારે સ્થાનિક શેરબજાર પણ પાછળ નથી. તાજેતરમાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે અને આ તેજીના કારણે ભારતીય બજાર હવે વિશ્વના મોટા શેરબજારોની હરોળમાં આગળ વધી રહ્યું છે. ભારતીય શેરબજારે ફરી એકવાર વૈશ્વિક શેરબજારમાં તેની સ્થિતિ મજબૂત કરી છે અને હોંગકોંગ ( Hong Kong ) શેરબજારને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ ( Equity market ) બની ગયું છે.
આમ, ભારતીય શેરબજાર ( Indian Stock Market ) હવે યુએસ, ચીન અને જાપાન પછી વૈશ્વિક બજારોમાં માર્કેટ કેપની ( market cap ) દ્રષ્ટિએ ચોથા ક્રમે છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય બજારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી છે અને ટૂંકા ગાળામાં નવી ઊંચાઈએ પહોંચી ગયું છે.
મિડીયા રિપોર્ટ અનુસાર, સ્થાનિક રીતે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે હોંગકોંગ શેરબજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 29 ટ્રિલિયન ડોલરે પહોચ્યું છે. એટલે કે બંને શેરબજાર વચ્ચે બહુ ફરક નથી. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા વર્ષે 5 ડિસેમ્બરે પ્રથમ વખત રૂ. 4 ટ્રિલિયનના આંકને વટાવી ગયું હતું. સતત વધતા છૂટક રોકાણકારોનો આધાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII), મજબૂત કોર્પોરેટ કમાણી અને મજબૂત રોકાણને કારણે ભારતીય શેરબજારમાં હાલ તેજી આવી છે.
છેલ્લા ચાર વર્ષમાં સ્થાનિક બજારમાં બે ટ્રિલિયન ડોલરનો ઉમેરો થયો છે.
એક અહેવાલ મુજબ, ગયા વર્ષે ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરમાં શેરબજારમાં જોરદાર તેજી જોવા મળતા રોકાણકારોને ઘણો ફાયદો થયો હતો. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવ્યા બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં સ્થાનિક બજારમાં બે ટ્રિલિયન ડોલરનો ઉમેરો થયો છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે અને આર્થિક સુધારાઓએ પણ દેશને વિશ્વભરના રોકાણકારોનો પ્રિય બનાવ્યો છે. હાલમાં યુએસ માર્કેટ 50.86 ટ્રિલિયન ડોલરના મૂલ્ય સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. તે પછી 8.44 ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા સ્થાને અને 6.36 ટ્રિલિયન ડોલર સાથે જાપાન ત્રીજા સ્થાને છે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના દર્શનથી લઈને રોકાવવાની વ્યવસ્થા કેવી રહેશે તે બાબતે ઉઠી રહ્યા છે મનમાં પ્રશ્નો.. તો જાણો અહીં તમામના જવાબો..
યુએસ: $50.68 ટ્રિલિયન
ચીન: $8.44 ટ્રિલિયન
જાપાન: $6.36 ટ્રિલિયન
ભારત: $4.33 ટ્રિલિયન
હોંગકોંગ: $4.29 ટ્રિલિયન
અહેવાલમાં વધુ જણાવતા, ભારતીય શેરોએ ગયા વર્ષે ઘણી વૃદ્ધિ નોંધાવી છે અને નિષ્ણાતોનું કહેવું છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે. તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને ભારતીય બજારને વેગ મળશે. રોકાણકારો 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં જાહેરાતોની રાહ જોઈ રહ્યા છે. જો ભાજપની આગેવાની હેઠળની એનડીએ સતત ત્રીજી વખત સામાન્ય ચૂંટણી જીતે તો દેશની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળવાની શક્યતા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)