ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 જુલાઈ 2020
આજે સોનાની તુલનામાં ચાંદી માં તોફાની તેજી જોવા મળી છે. સ્થાનિક બજારમાં આજે સવારે માર્કેટ ખુલતાની સાથે જ 52,000 ની સપાટી કુદાવી 52,300 બોલાઇ હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 19.50 ડોલરની આસપાસ જોવા મળી હતી. કહેવાય છે કે સોનામાં સતત વધી રહેલા ભાવને કારણે લોકો ચાંદી તરફ વળ્યા છે.
બીજી બાજુ લાંબા લોકડાઉન બાદ ઇન્ડસ્ટ્રીસ ફરી શરૂ થતા ઔદ્યોગિક માંગને ધ્યાનમાં રાખીને પણ રોકાણકારો ચાંદી તરફ વળ્યા છે. ત્રીજી બાજુ આજે સોના અને ચાંદીના ભાવો સાથે સાથે જ આગળ વધી રહ્યા છે. 50,000 માં સોનું માત્ર 10 ગ્રામ આવે ત્યારે એટલા જ રૂપિયામાં ચાંદી એક કિલો આવે છે. આથી લોકો ધાતુ ના રૂપમાં પણ તેનો સંગ્રહ કરી રહ્યા છે, સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો ઘટી રહ્યા છે. તો બીજી બાજુ ચીનના અમેરિકા ભારત સાથેના તનાવપૂર્ણ સંબંધોને લઈને પણ રોકાણકારોના સમીકરણો બદલાઇ ગયા છે. આજકાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ઘરેલુ બજારની સાથે જ ચાંદીમાં તેજી જોવા મળી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com