Silver Price today : ચાંદીમાં અદ્યતન ભાવ વધારો…ચાંદીનો ભાવ એક વર્ષની અંદર આટલા રુપિયાની સપાટી પાર કરે તેવી શક્યતાઃ આ પાંચ કારણોથી આવશે તેજી.. જાણો શું છે આ કારણો.. વાંચો અહીં..

Silver Price today : સોનાની તેજીની સાથે સાથે અત્યારે ચાંદીમાં પણ રોકાણ કરવાની જરૂર છે એવું એક્સપર્ટ માને છે. સપ્ટેમ્બરમાં સાત દિવસની અંદર સિલ્વર ફ્યુચર્સનો ભાવ 4.24 ટકા અથવા 3210 રૂપિયા જેટલો ઘટ્યો છે. આ કરેક્શન પછી હવે રોકાણ માટે સારી તક છે કારણ કે તે 85,000ને પાર કરી શકે છે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તેમાં ભૂમિકા ભજવશે.

by Hiral Meria
Silver Price today : Silver price likely to cross 85,000 within a year: These five reasons will boost

News Continuous Bureau | Mumbai 

Silver Price today : તાજેતરમાં ચાંદી (Silver) ના ભાવમાં અમુક પ્રમાણમાં કરેક્શન આવ્યું છે છતાં એક્સપર્ટ્સ માને છે કે નીચલા લેવલ પર ચાંદીમાં ખરીદી જારી રહેશે અને તેના કારણે એક વર્ષની અંદર ચાંદીનો ભાવ 85,000 રૂપિયા પ્રતિ કિલોના લેવલને પાર કરી શકે છે. બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) ના કહેવા પ્રમાણે ચાંદીમાં નીચા ભાવે ખરીદી જારી રાખવી જોઈએ. ગુરુવારે એમસીએક્સ પર ડિસેમ્બરના સિલ્વર ફ્યુચર્સનો ભાવ 72,155 રૂપિયા પ્રતિ કિલો ચાલતો હતો.

બુધવારના ભાવની તુલનામાં ગુરુવારે ચાંદીના ભાવમાં 317 રૂપિયાનો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બરમાં સાત દિવસની અંદર સિલ્વર ફ્યુચર્સનો ભાવ 4.24 ટકા અથવા 3210 રૂપિયા જેટલો ઘટ્યો છે. ડોમેસ્ટિક બજારમાં ચાંદીનો ભાવ રૂ. 82,000ને પાર કરી જશે તેવો ટાર્ગેટ આપવામાં આવે છે. આ સફેદ રંગની ધાતુ માટે તાત્કાલિક સપોર્ટ રૂ. 70,500 છે જ્યારે ટૂંકા ગાળામાં સપોર્ટ પ્રાઈસ રૂ. 68,000 છે.

2023ના પ્રથમ ચાર મહિનામાં ચાંદીના ભાવમાં 11 ટકાનો વધારો થયા પછી હાયર લેવલ પર તેમાં ઉતારચઢાવ જોવા મળ્યા છે. એક્સપર્ટ કહે છે કે ચાંદીને આ સ્તરે ખરીદવા માટે સારી તક છે કારણ કે એક વર્ષમાં તે પ્રતિ કિલો 85,000ને પાર કરી શકે છે. ચાંદીનો ભાવ વધવા માટે પાંચ કારણો આપી શકાય છે. ઈન્ડસ્ટ્રીયલ કારણોથી ચાંદીની માંગમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ગ્રીન ટેક્નોલોજીમાં ( Green technology ) જેમ જેમ વધારો થશે તેમ તેમ ચાંદીની માંગ વધશે.

આ સમાચાર પણ વાંચો :  G20 Summit: સ્પેનના રાષ્ટ્રપતિને થયો કોરોના, વિશ્વના ટોચના લીડર્સનું આગમન શરૂ, તડામાર તૈયારી.. જાણો ક્યાં ટોપ લીડર્સ લેશે ભાગ.. વાંચો અહીં સંપુર્ણ વિગતો..

 સોના સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થશે

બીજું કારણ એ છે કે 2023માં યુએસનો ગ્રોથ પણ સોલિડ રહી શકે છે. તેના કારણે તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ મેટલ અને ખાસ કરીને સિલ્વર માટે સારી સ્થિતિ જોવા મળશે. સોલર એનર્જી, ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ, ફાઈવજી ટેક્નોલોજીના કારણે ચાંદીની માંગ વધી શકે છે. ત્રીજું કારણ ભારતમાં તહેવારોની સિઝન છે. ડોમેસ્ટિક બજારમાં લોકો છુટથી ચાંદી ખરીદી રહ્યા છે જે આ ધાતુના ભાવને સપોર્ટ કરે છે.

હવે મંદીની ચિંતા ઘણી ઓછી થઈ ગઈ છે. છતાં કોઈ પણ રીતે અનિશ્ચિતતા પેદા થશે તો લોકો સોનાની ખરીદી તરફ વળશે અને તેની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થશે. ચાંદીને હંમેશા બેવડો ફાયદો એટલા માટે થાય છે કારણ કે તે ઈન્ડસ્ટ્રીયલ કેટેગરીની ધાતુમાં પણ આવે છે અને કિંમતી ધાતુ પણ ગણાય છે. આ પાંચ કારણોથી લોકોએ દરેક નીચી સપાટીએ ચાંદીની ખરીદી કરવી જોઈએ તેમ મોતીલાસ ઓસવાલ માને છે.

અસ્વીકરણ: આ સંપુર્ણ માહિતી એક્સપર્ટ આધિરિત છે. અમે હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવાની વિનંતી કરીએ છીએ.

Join Our WhatsApp Community

You may also like