Silver Rate Hike: દેશમાં ચાંદીએ સારા વતળરના મામલે સોનાને પણ પાછળ મૂક્યુ, આ રીતે બની રોકાણકારોની પહેલી પસંદગી..

Silver Rate Hike: દેશમાં હાલ ચાંદીના ભાવ 91 થી 95 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. રોકાણકારોની પ્રથમ પસંદગી બનતા, ચાંદીએ માત્ર સોનાને જ નહીં પરંતુ મે મહિનામાં BSE સેન્સેક્સના વળતરને પણ માત આપી હતી. જાણો આના પાછળનું શું છે કારણ..

by Bipin Mewada
Silver Rate Hike In the country, silver has overtaken gold in terms of good returns, thus becoming the first choice of investors.

News Continuous Bureau | Mumbai

 Silver Rate Hike:  દેશમાં સોના-ચાંદીના ભાવ હાલ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જ્યાં એક તરફ વધતા ભાવથી સામાન્ય માણસની ખરીદીથી આ ધાતુ દૂર જઈ રહી છે, તો બીજી આમાં  રોકાણકરનારઓ હવે અમીર બની રહ્યા છે. હાલ સોનું અને ચાંદી રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. મોટાભાગના લોકોની નજર હવે સોનાની વધતી કિંમતો પર છે. પરંતુ તાજેતરમાં વળતરની બાબતે ચાંદીએ ( Silver )  સોનાને પાછળ છોડી દીધી છે. ચાંદીની વધતી માંગને કારણે તેના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદી હવે માત્ર ઘરેણામાં જ નહીં પણ ઔદ્યોગિક ધાતુ તરીકે પણ હવે વિકસિત થઈ રહી છે. 

દેશમાં હાલ ચાંદીના ભાવ ( Silver Price ) 91 થી 95 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. રોકાણકારોની ( Investors ) પ્રથમ પસંદગી બનતા, ચાંદીએ માત્ર સોનાને જ નહીં પરંતુ મે મહિનામાં BSE સેન્સેક્સના વળતરને પણ માત આપી હતી. જાણો આના પાછળનું શું છે કારણ..

Silver Rate Hike:  આ વર્ષે ચાંદીએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. …

આ વર્ષે ચાંદીએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. વર્ષ 2024માં કોમેક્સ પર ચાંદીના ભાવમાં લગભગ 30 ટકાનો ઉછાળો આવ્યો છે. તો MCX પર પણ ચાંદી રૂ. 95950 પ્રતિ કિલોના તેના સર્વકાલીન ઊંચા દરે ટ્રેડ થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં EV અને હાઇબ્રિડ કારની વધતી માંગ અને સૌર ઉર્જાની વધતી માંગથી ચાંદીને પણ મોટો ટેકો મળ્યો છે. ભારત સરકાર સૌર ઉર્જા પર હાલ વધુ ધ્યાન આપી રહી છે. આ કારણે સોલાર પેનલની માંગમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ કારણે આ વર્ષે ચાંદીની ઔદ્યોગિક માંગમાં હજુ 10 ટકાનો વધારો આવી શકે છે.

આ સમાચાર  પણ વાંચો :  India vs Pakistan: IND vs PAK મેચ દરમિયાન, ઈમરાન ખાનને મુક્ત કરો એવા સંદેશ સાથે પ્લેન મેદાન પર ઊડતું મળ્યું જોવા, પડોશી દેશનું રાજકારણ ગરમાયું.. જુઓ વિડીયો..

ભારતીય અર્થવ્યવસ્થા ( Indian Economy ) હાલ સતત ઝડપથી આગળ વધી રહી છે. આર્થિક મંદીનો સામનો કરવા માટે હવે યુએસ ફેડરલ રિઝર્વ પણ આગામી દિવસોમાં આકરા નિર્ણયો લઈ શકે છે. ભારતમાં ગઈકાલે નવી સરકાર પણ બની ગઈ છે. આનાથી પણ આર્થિક સુધારાને વધુ વેગ મળશે તેવી હાલ દરેક નિષ્ણાંતોને આશા છે. આવી સ્થિતિમાં સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ રોકાણનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે તેને તમારા પોર્ટફોલિયોમાં ઉમેરીને સારું વળતર મેળવી શકો છો. આમાં ચાંદીના બાર અથવા સિક્કાને બદલે, તમે ઓછા રોકાણ સાથે ચાંદીના ETF પણ ખરીદી શકો છો.

આંકડા અનુસાર, સમગ્ર વિશ્વમાં 40 ટકા ચાંદીનો ઉપયોગ બિન-ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. આ વર્ષે ઉદ્યોગ અને બિનઉદ્યોગની માંગમાં વધારો થશે. જો ફેડરલ રિઝર્વ ( Federal Reserve ) વ્યાજદરમાં ઘટાડો કરશે તો ચાંદીમાં રોકાણ ઝડપથી વધશે. એવી ધારણા છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) પણ ઓક્ટોબર ક્વાર્ટર સુધીમાં વ્યાજદરમાં ( interest rates ) ઘટાડો કરી શકે છે. આ પણ એક કારણ છે ચાંદીમાં ધરખમ વધારા માટે..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Join Our WhatsApp Community

You may also like