News Continuous Bureau | Mumbai
અત્યાર સુધી નવા સીમ કાર્ડની(new SIM card) ખરીદી કરવી સરળ હતી. પણ હવે કેન્દ્ર સરકારે(Central Govt) સીમ કાર્ડ મારફતે થતી છેતરપિંડી રોકવા માટે કડક નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે, જેના કારણે હવે સીમ કાર્ડ મેળવવું મુશ્કેલ બની જશે. અત્યાર સુધી ૨૧ પૈકીના કોઈ પણ એક ડોક્યુમેન્ટ(Document) દ્વારા સીમ કાર્ડ લઈ શકાતું હતું પણ હવે સરકારની કડકાઈના કારણે ઓળખ અને એડ્રેસ પ્રૂફ (Address proof) માટે ૫ ડોક્યુમેન્ટની જ જરુર રહેશે. અહેવાલો મુજબ આગામી ૧૦ થી ૧૫ દિવસમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે.
નવું સીમ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરુર પડશે? તે જાણી લો..
હાલના નિયમો હેઠળ આર્મ્સ લાઇસન્સ(Arms License), ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving license), પાનકાર્ડ(PAN Card), રેશનકાર્ડ(Ration card), સાંસદ અથવા ધારાસભ્ય પત્ર(MP or MLA letter), ગેઝેટેડ ઓફિસર, પેન્શનર કાર્ડ, ફ્રીડમ ફાઇટર કાર્ડ, કિસાન પાસબુક CGHS કાર્ડ, ફોટો ક્રેડિટ કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની મદદથી સિમ કાર્ડ મળે છે. જોકે, હવે નિયમો બદલાશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર હવે સિમ કાર્ડ આધાર કાર્ડ, વોટર કાર્ડ, પાસપોર્ટ, રાશન કાર્ડ અને વિજળી બિલના આધારે જ મળશે. અને કોને નહીં મળે નવું સિમ?.. તે પણ જાણી લેજો… ૧૮ વર્ષથી ઓછી ઉંમરના, માનસિક રીતે બીમાર વ્યક્તિ, ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરનારા યૂઝર્સ.
આ સમાચાર પણ વાંચો: મોંઘવારીથી અમેરિકા અને બ્રિટનની પણ કફોડી હાલત- બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજદરમાં ત્રણ દાયકામાં સૌથી મોટો વધારો કર્યો- જાણો શું થશે અસર
સીમ કાર્ડ લેવા ઉપરાંત કેન્દ્ર સરકાર નવું બેન્ક એકાઉન્ટ (Bank account) ખોલવા બાબતે પણ કડકાઈ વધારે તેવી શક્યતા છે. હાલ કોઈ પણ બેંકમાં નવું ખાતું ખોલાવવા માટે ઓનલાઇન ઇ-કેવાયસી(E-kyc) દ્વારા બેઝ પરથી વિગતો લઇને તેને વેરીફાય કરવામાં આવે છે. પરંતુ ટૂંક સમયમાં જ ડોક્યુમેન્ટની ફિઝિકલ તપાસ પણ જરૂરી બની શકે છે. કેન્દ્ર સરકાર આ અંગે નિયમોમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી બેંકોમાં છેતરપિંડી ના કિસ્સા આસમાને પહોંચી ગયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨માં છેતરપિંડીના કેસોમાં ૪૧,૦૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ફસાઈ હતી.