News Continuous Bureau | Mumbai
તમારું કોઈ બેંકમાં સેવિંગ (Saving) અથવા કરન્ટ એકાઉન્ટ(Current account) છે. તેમાં છેલ્લા 10 વર્ષથી કોઈ ટ્રાન્ઝેકશન (transaction) કરવાનું ચૂકી ગયા છો અને એકાઉન્ટ સુસુપ્ત હાલતમાં પડી રહ્યો છે. તો તમારે તેમા રહેલા પૈસા ગુમાવવાનો વખત આવી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મહત્વની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, બચત અને કરંટ એકાઉન્ટ્સ અથવા ટર્મ ડિપોઝિટ 10 વર્ષથી વધુ સમયથી સંચાલિત નથી જેનો દાવો કરવામાં આવ્યો નથી. તેમને હવે દાવા વગરની થાપણો ગણવામાં આવશે અને આ ખાતાના નાણા ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે જેની દેખરેખ RBI દ્વારા કરવામાં આવશે.
એટલે કે, જો આ ખાતાઓમાં જમા નાણાંની માહિતી લેવામાં ન આવે અથવા 10 વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન કરવામાં ન આવે તો રિઝર્વ બેંક તેને દાવા વગરની શ્રેણીમાં મૂકશે. તેથી, તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે જો તમે ખાતામાં પૈસા મૂકીને ભૂલી ગયા છો, તો જલ્દીથી ટ્રાન્ઝેક્શન કરો.
આ સમાચાર પણ વાંચો : સંકટ સમયમાં શ્રીલંકા છોડી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુશ્કેલી વધી- આ દેશમાં યુદ્ધ અપરાધ માટે દાખલ થઈ ફરિયાદ
આ નિયમ માત્ર બચત, ચાલુ અથવા ટર્મ ડિપોઝિટ ખાતાઓ માટે જ લાગુ પડે છે જે 10 વર્ષથી ઓપરેટ થયા નથી. જોકે, ખાતાધારકો આ ખાતાઓમાં જમા કરાયેલા નાણાં ઉપાડવા માટે હકદાર હશે અને તેઓ આ નાણાંનો બેંકમાં દાવો કરી શકશે.
RBIના કહેવા મુજબ DEA ફંડમાં પૈસા જમા કરાવ્યા પછી પણ જોકે ખાતાધારકો તેમની બેંકમાં પૈસા માટે અરજી કરી શકે છે. એ સમયે બેંક વ્યાજ સાથે પૈસા પરત કરશે.