News Continuous Bureau | Mumbai
Singhania’s divorce settlement : રેમન્ડ લિમિટડ (Raymond Limited) ના ચેરમેન અને દેશના સૌથી ધનિક અબજોપતિઓમાંના એક ગૌતમ સિંઘાનિયા (Gautam Singhania) હાલ ચર્ચામાં છે. ગૌતમ સિંઘાનિયાથી અલગ રહેતા તેમના પત્ની નવાઝ મોદી સિંઘાનિયા (Nawaz Modi Singhania) એ કથિત રીતે ઉદ્યોગપતિની 1.4 બિલિયન ડોલર (લગભગ રૂ. 11 હજાર કરોડ)ની સંપત્તિમાંથી 75 ટકા પોતાના અને તેમની બે પુત્રી નિહારિકા અને નિસા માટે વળતર તરીકે માંગ્યા છે. સૂત્રો મુજબ, તાજેતરમાં સિંઘાનિયાએ 32 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પોતાના પાર્ટનરથી અલગ (Divorce) થવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, બંનેએ અલગ-અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગૌતમ સિંઘાનિયા ભારત (India) ના સૌથી જૂના ઉદ્યોગપતિ પરિવારના પ્રતિનિધિ છે. હાલમાં તેઓ રેમન્ડ્સ ગ્રુપના એમડી અને ચેરમેન છે. તેઓ તેમની વૈભવી લાઇફસ્ટાઇલ (A luxurious lifestyle) માટે પણ જાણીતા છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો, ગૌતમ સિંઘાનિયાએ મોટાભાગે નવાઝ મોદી સિંઘાનિયાની માગ સ્વીકારી લીધી છે. જો કે, તે ફેમિલી ટ્રસ્ટ (Family trust) સ્થાપવા, ટ્રસ્ટમાં પારિવારિક સંપત્તિ ટ્રાન્સફર કરવા અને પોતાને ટ્રસ્ટના એકમાત્ર મેનેજિંગ ટ્રસ્ટી બનાવવાનું સૂચન કરે છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સિંઘાનિયા ઈચ્છે છે કે તેમના પરિવારના સભ્યોને તેમના પછી સંપત્તિ વસીયત કરવાની મંજૂરી આપવામાં આવે, જો કે નવાઝને આ સ્વીકાર્ય નથી.
આ સમાચાર પણ વાંચો : Funny Video : વરરાજા પડ્યા ધર્મસંકટમાં! આશીર્વાદ લેવા જતા અચાનક ખુલી ગઈ ધોતી, જુઓ ફની વિડીયો..
અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, પ્રાથમિકતાના ધોરણે ગૌતમ અને નવાઝ બંને તેમની દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, નવાઝ મોદીએ તેમના સાસરિયાઓ સાથે દિવાળીની પૂજા (Diwali pooja) કરતા તેનો વીડિયો શેર કર્યો હતો. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “આ સમય દરમિયાન અને દરેક સમયે મારા સાસરિયાઓનો સતત સાથ, પ્રેમ, દયા અને મદદ મેળવીને હું ધન્ય છું. અહીં દિવાળી પર પૂજા કરવી અને પછી તેમના એપાર્ટમેન્ટમાં ડિનર (Dinner) કરી રહી છું, વર્ષના આ ખૂબ જ શુભ સમય, શકિતશાળી ભગવાન દ્વારા મોકલેલ સમય પર.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.