Site icon

SIP Calculator: તમે પણ 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો, બસ 12-15-20 ફોર્મ્યુલાને અનુસરી કરો રોકાણ.. રોકેટની ઝડપે પૈસા વધશે..

SIP Calculator: જો તમારે ઓછા સમયમાં કરોડપતિ બનવું હોય તો તમારે 12-15-20ની ફોર્મ્યુલા અપનાવવી પડશે. આ ફોર્મ્યુલા તમને 15 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે. અહીં જાણો તમારે શું કરવાનું રહેશે.

SIP Calculator You too can become a millionaire in 15 years, just follow the 12-15-20 formula investment.. money will grow at the speed of a rocket..

SIP Calculator You too can become a millionaire in 15 years, just follow the 12-15-20 formula investment.. money will grow at the speed of a rocket..

News Continuous Bureau | Mumbai

SIP Calculator: દેશમાં વધતી જતી મોંધવારીમાં પોતાને ટકાવી રાખવા માટે પૈસાની બચત ખુબ જ જરુરી છે. એક સમય હતો જ્યારે કરોડપતિ બનવું ખૂબ જ મુશ્કેલ કામ હતું. પરંતુ હવે કેટલીક બચત યોજનાઓ છે, જેની મદદથી લોકો અમુક વર્ષોમાં જ કરોડપતિ બની શકે છે. જો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં ( mutual funds ) રોકાણ કરો છો, તો તમારી કરોડપતિ બનવાની તકો વધુ વધી જાય છે. તો ચાલો જાણીએ કે તમે SIPની મદદથી માત્ર 15 વર્ષમાં કેવી રીતે કરોડપતિ બની શકો છો. 

Join Our WhatsApp Community

SIPની મદદથી લાંબા ગાળા માટે રોકાણ ( investment ) કરવાથી વધુ લાભ મળે છે. SIPમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ ફાયદો મળે છે. તેથી SIP રોકાણનો સારો વિકલ્પ છે. એવું માનવામાં આવે છે કે SIP દ્વારા રોકાણ કરાયેલા નાણાં સરેરાશ 12 ટકા વળતર આપે છે. આટલું જ વળતર માની લઈએ મળી રહ્યું છે તો માત્ર પંદર વર્ષમાં કોઈ પણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. તેના માટે એક ખાસ ફોર્મ્યુલા છે.

  SIP Calculator: તમે દર વર્ષે રૂ. 20,000ની SIP કરો છો….

જો તમારે પણ કરોડપતિ બનવું હોય તો તમારે 12-15-20 ફોર્મ્યુલાને અનુસરવું પડશે. આ ફોર્મ્યુલા 12-15-20 ( sip formula 12 15 20  ) નો અર્થ ખૂબ જ સરળ છે. આ ફોર્મ્યુલામાં 12 એટલે તમારી SIP પર સરેરાશ 12 ટકા વળતર મેળવવું. 15 એટલે કે SIPનું આ રોકાણ 15 વર્ષ માટે કરવું જોઈએ. તો 20 એટલે કે તમારે SIPમાં દર મહિને 20,000 રૂપિયા જમા કરાવવા પડશે. જો તમે 30 વર્ષની ઉંમરે આ બચત કરી હોત તો આ ફોર્મ્યુલાની મદદથી તમે 45 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની ગયા હોત.

આ સમાચાર પણ વાંચો :  Stock Market Today: આજે રજાના દિવસે પણ ખુલ્યું શેર માર્કેટ, સ્પેશિયલ ટ્રેડિંગ ડે પર માર્કેટમાં ધમધમાટ, જાણો શું છે બજારમાં સ્થિતિ

જો તમે દર વર્ષે રૂ. 20,000ની SIP કરો છો, તો તમે 15 વર્ષમાં કુલ રૂ. 36,00,000 એકઠા કરશો. SIP કેલ્ક્યુલેટર મુજબ, તમને 12 ટકા વળતર મળશે એમ ધારી રહ્યા છીએ, તમે આ જમા રકમ પર 64,91,520 રૂપિયાનું વ્યાજ ( interest ) મેળવશો. એટલે કે 15 વર્ષ પછી તમને કુલ 1,00,91,520 રૂપિયા મળશે. જો તમને સમાન SIP પર 15 ટકા વળતર મળે છે, તો તમને કુલ 1,35,37,262 ટકા વળતર મળશે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version