SIP Investment: શું ૧૦ વર્ષમાં કરોડપતી બનવું છે. તો પછી આ રીતે એસ.આઈ.પી કરો…

SIP Investment: પરંપરાગત બચત કરતાં વધુ વળતર: SIP અને ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ સાથે સંપત્તિ નિર્માણનું રહસ્ય.

by kalpana Verat
SIP Investment Got a salary hike Here’s how a step-up SIP mutual fund strategy can help you save smarter

News Continuous Bureau | Mumbai

SIP Investment:  પરંપરાગત બચત સાધનોની તુલનામાં વધુ વળતર મેળવવા માંગતા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds) એક આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. લાંબા ગાળાના રોકાણ દ્વારા સંપત્તિ નિર્માણ માટે, મ્યુચ્યુઅલ ફંડમાં SIP (Systematic Investment Plan) અને ચક્રવૃદ્ધિ વ્યાજની (Power of Compounding) શક્તિનું સંયોજન રોકાણને ઝડપથી વધારવામાં મદદ કરે છે. આ લેખ તમને ૧૦ વર્ષમાં ₹૧ કરોડનું લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવું તે સમજાવશે, ખાસ કરીને ‘સ્ટેપ-અપ SIP’ ના ફાયદાઓ પર ભાર મૂકીને.

SIP Investment:  સ્ટેપ-અપ SIP શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક લોકપ્રિય અને સરળ રીત બની ગઈ છે. આનાથી દર મહિને નાની રકમનું રોકાણ કરીને સંપત્તિ નિર્માણ કરવું શક્ય બને છે. જો SIP દ્વારા કરવામાં આવતા રોકાણમાંથી વધુ વળતર જોઈતું હોય, તો ‘સ્ટેપ-અપ SIP’ (Step-Up SIP) નો વિકલ્પ અસરકારક સાબિત થઈ શકે છે. ઘણા રોકાણકારો હવે ‘સ્ટેપ-અપ SIP’ અપનાવી રહ્યા છે અને તેનાથી તેમને સારો ફાયદો થઈ રહ્યો હોવાનું કહેવાય છે.

‘સ્ટેપ-અપ SIP’ માં, રોકાણકાર SIP દ્વારા કરવામાં આવતું રોકાણ તબક્કાવાર રીતે વધારતા જાય છે. તેને ચક્રવૃદ્ધિ વ્યાજની જોડ મળવાથી વધુ ફાયદો થાય છે. શેરબજાર (Stock Market) સાથે જોડાયેલા સાધનોમાં રોકાણમાં વધુ જોખમ (Higher Risk) હોવા છતાં, તેમાંથી મળતું વળતર સારું હોય છે. જો ધૈર્ય રાખવામાં આવે અને લાંબા ગાળાનો દૃષ્ટિકોણ (Long-term Perspective) રાખવામાં આવે તો રોકાણકારોને સારો ફાયદો મળી શકે છે. ઘણા લોકપ્રિય મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને સરેરાશ 12-14% વાર્ષિક વળતર (Annual Return) આપ્યું છે. આથી, ઓછા સમયમાં `કરોડ રૂપિયા જેવા મોટા ભંડોળનું (Corpus) લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ નથી.

 SIP Investment: ૧૦ વર્ષમાં SIP રોકાણ દ્વારા કરોડપતિ કેવી રીતે બનવું?

સામાન્ય SIP યોજના:

જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ વાર્ષિક 12% વળતર આપે, તો તમારું રોકાણ નીચે મુજબ વધશે:

  • SIP રકમ: ₹43,500 (દર મહિને)
  • અંદાજિત વળતર: 12% (વાર્ષિક)
  • કુલ રોકાણ કરેલી રકમ: ₹52,20,000
  • અંદાજિત વળતર (મળેલું): ₹ 48,86,749
  • કુલ મૂલ્ય (૧૦ વર્ષ પછી): ₹1,01,06,749

ઉપરોક્ત ઉદાહરણમાં, દર મહિને ₹43,500 SIP દ્વારા રોકાણ કરવું ઘણા લોકો માટે શક્ય ન પણ હોય. આવી સ્થિતિમાં, ‘સ્ટેપ-અપ SIP’ એક સારો વિકલ્પ અપનાવી શકે છે, જેમાં આવક વધે તેમ રોકાણ પણ વધારી શકે છે.

આ સમાચાર પણ વાંચો : GST Taxpayer Share: ચોંકાવનારા આંકડા, માત્ર આ ૫ રાજ્યો ૫૦ ટકા જીએસટી રજીસ્ટ્રેશન ધરાવે છે

SIP Investment: સ્ટેપ-અપ SIP યોજના: ગણતરી અને ફાયદા

‘સ્ટેપ-અપ SIP’ યોજના:

  • સમયગાળો: 10 વર્ષ
  • SIP રકમ (શરૂઆતમાં): ₹ 30,000 (દર મહિને)
  • વાર્ષિક સ્ટેપ-અપ: દર વર્ષે રોકાણ 10% વધારવું
  • અંદાજિત વળતર: 12% (વાર્ષિક)
  • કુલ રોકાણ કરેલી રકમ: ₹57,37,472 
  • અંદાજિત વળતર (મળેલું): ₹43,85,505
  • કુલ મૂલ્ય (૧૦ વર્ષ પછી): ₹1,01,22,978

‘સ્ટેપ-અપ SIP’ વિકલ્પમાં શરૂઆતમાં SIP રકમ ઓછી હોવા છતાં, કુલ રોકાણ કરેલી રકમ વધારે હોય છે. પરંતુ આ રકમ સુવિધા અનુસાર વધારતા જવાથી એક મોટી રકમ જમા થવામાં મદદ મળે છે. આ રકમ પર ૧૨ ટકાના હિસાબે મળતું વળતર રોકાણની રકમમાં ઉમેરવાથી 10 વર્ષમાં તમે કરોડપતિ બની શકશો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More