News Continuous Bureau | Mumbai
Slone Infosystems IPO Listing: Slone Infosystems IPO પર દાવ લગાવનારા રોકાણકારો શ્રીમંત બની ગયા છે. કંપનીનું શેરબજારમાં શાનદાર લિસ્ટિંગ થયું છે. Sloan Infosystems IPO NSE SME પર 50 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 118.50 પર લિસ્ટ થયો હતો. જ્યારે કંપનીના આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 79 હતી. ઉલ્લેખનીય છે કે, કંપનીનો ઈન્ટ્રા-ડે હાઈ 119.45 રૂપિયા પ્રતિ શેર રહ્યો હતો.
મજબૂત લિસ્ટિંગ બાદ સ્લોન ઈન્ફોસિસ્ટમ્સના શેર તૂટયા હતા. કંપનીનો શેર 5 ટકા ઘટીને રૂ.112.60ના સ્તરે પહોંચ્યો હતો.
Sloan Infosystems IPO ની લોટ સાઈઝ 1600 શેર ( Share listing ) હતી. જેના કારણે રોકાણકારે ઓછામાં ઓછા 1,26,400 રૂપિયાનું રોકાણ કરવુ પડ્યું હતું. કંપનીના IPOનું કદ રૂ. 11.06 કરોડ હતું. કંપનીએ IPO દ્વારા 14 લાખ નવા શેર ( Stock Market ) જારી કર્યા છે.
Slone Infosystems IPO Listing: આ IPO 3 મે થી 7 મે દરમિયાન રોકાણકારો માટે ખુલ્લો હતો…
આ IPO 3 મે થી 7 મે દરમિયાન રોકાણકારો ( Investors ) માટે ખુલ્લો હતો. ઓપનિંગના 3 દિવસ દરમિયાન IPO 765 થી વધુ વખત સબસ્ક્રાઇબ થયો હતો. છેલ્લા દિવસે રોકાણકારોમાં આઈપીઓ પર દાવો લગાવવાની હોડ જોવા મળી હતી. આ કારણે 7મી મેના રોજ મહત્તમ સબસ્ક્રિપ્શન ( Subscription ) 667.81 ગણું હતું.
આ સમાચાર પણ વાંચો: Friendship Marriage: કાયદાની નજરમાં પતિ-પત્ની, ઘરમાં માત્ર મિત્રો, જાપાનમાં મિત્રતા લગ્નનો ખૂબ જ વિચિત્ર ટ્રેન્ડ… જાણો શું છે આ મિત્રતા લગ્ન..
પ્રથમ અને બીજા દિવસે અનુક્રમે 20.68 વખત અને 78.14 વખત સબ્સ્ક્રિપ્શન્સ પ્રાપ્ત થયા હતા. નોંધનીય છે કે, IPO પછી પ્રમોટરોનું શેર હોલ્ડિંગ ઘટીને 73.01 ટકા થઈ ગયું હતું.
સ્લોન ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડનો વ્યવસાય આઇટી હાર્ડવેર સોલ્યુશન્સ પ્રદાન કરવાનો છે. કંપની લેપટોપ, ડેસ્કટોપ, સર્વર અને વર્ક સ્ટેશન વેચે છે. તે ગ્રાહકોને ભાડા પર સુવિધાઓ પણ પૂરી પાડે છે. નોંધનીય છે કે, લિસ્ટિંગ બાદ આ કંપનીનું માર્કેટ કેપ 59.33 કરોડ રૂપિયા થઈ ગયું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)