ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મોર્ગન સ્ટેનલીએ શૅરબજારને લઈ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કંપનીના મતે આવનારા ડિસેમ્બર મહિના સુધીમાં સેન્સેક્સ ૬૧,૦૦૦ના આકડાને પાર કરે એવી શક્યતા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો કોરોનાની બીજી લહેરને કારણે સ્થાનિક લોકડાઉન હોવા છતાં માર્કેટ સ્થિર છે. જો આ સ્થિતિ સ્થિર રહે અને ઇકોનોમીમાં રિક્વરી આવશે તો કંપનીને આશા છે કે સેન્સેક્સ ૫૫,૦૦૦ના લક્ષ્યાંકને પાર કરી શકે છે.
દરમિયાન બુલ સ્થિતિમાં મોર્ગન સ્ટેનલીનો અંદાજ છે કે જો વાયરસ સંપૂર્ણ રીતે ખસી જાય અને ઇકોનોમીનો રિક્વરી ગ્રોથ સ્થિર રહેતો સેન્સેક્સ ૬૧,૦૦૦ના લક્ષ્યાંકને પણ પાર કરી શકે છે. જોકેકંપનીએ ચેતવણી પણ આપી છે કે જો વાયરસ ૨૦૨૧ના બીજા ભાગમાં લંબાય અને વૃદ્ધિ અવરોધાય તો સેન્સેક્સ ૪૧,૦૦૦ સુધી ડૂબી જાય એવી શક્યતા છે. આ સ્થિતિમાં ભારત પર્યાપ્ત નીતિપૂર્ણ પ્રતિસાદ આપવામાં નિષ્ફળ જશે, જેનાથી નાણાકીય વ્યવસ્થામાં નુકસાન થશેએમ પણ કંપનીએ નિવેદનમાં ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સેન્સેક્સ લગભગ બે મહિનામાં પ્રથમ વખત મંગળવારે ૫૦,૦૦૦ની ટોચ ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૧૫,૦૦૦ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૬૧૨.૬૦ પૉઇન્ટ એટલે કે ૧.૨૪% વધીને ૫૦,૧૯૩.૩૩ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૮૪.૯૫ પોઇન્ટ એટલે કે ૧.૨૪% વધીને ૧૫,૧૦૮.૧૦ પર બંધ થયો હતો. છેલ્લા બે દિવસમાં, રોકાણકારોની સંપત્તિમાં ૫.૭૮ ટ્રિલિયનનો વધારો થયો છે.