Site icon News Continuous Bureau | Mumbai

તો સોનાના ભાવ હવે ૨,૧૦૦ ડૉલરની સપાટીને આંબી જશે?જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

તહેવારો અને લગ્નસરાનો સમય નજીક આવતાં લોકો સોનાના ભાવ ઘટવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અમુક સંશોધનાત્મક લેખ અનુસાર ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૧માં ઘટવાની શરૂઆત થશે. જો અમેરિકાના સામાન્ય વ્યાજદર વધીને ૨.૫ ડૉલર થાય તો સોનાના ભાવ પર લાંબા સમય માટે નકારાત્મક અસર થવાની શક્યતા છે, એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વિશ્લેષકોનું માનવું છે.

બીજી તરફ ધાતુઓની તેજીનો નવો તબક્કો શરૂ થતાં એવું મનાય છે કે સોનાના ભાવ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) દીઠ ૨,૧૦૦ ડૉલરની સપાટી આંબી જાય એવી શક્યતા છે. ઉપરાંત, ૬ ઑગસ્ટ ૨૦૨૦ની ઐતિહાસિક ૨,૧૦૭ની સપાટીને પણ વટાવી જાય તો નવાઈ નહિ. ગત અઠવાડિયે સોનાના ભાવ ફરી એકવાર ૧,૯૦૦ ડૉલર વટાવી ગયા હતા.

ખુશખબર! હવે ખાતાધારકોને અઠવાડિયાના સાતેય દિવસ મળશે આ સુવિધા; રિઝર્વ બૅન્કે કરી આ મોટી જાહેરાત

ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૦૪માં સોનાના ભાવ ૨૫૬ ડૉલરની નજીક હતા, જે ૨૦૧૧માં ૧,૮૨૮ ડૉલર થયા હતા. જે ૪૫૦ ટકાનો ઉછાળો દર્શાવે છે. જો આવી જ તેજી ફરી સર્જાય તો સોનાની એક દાયકાની તેજી ૬,૫૦૦ થઈ શકે છે એવું એક મીડિયા રીપૉર્ટમાં જણાવાયું છે.

Oil Marketing Companies Profit ક્વાર્ટર ૨ માં ૧૪,૪૭૦ કરોડ રૂપિયાનો સંયુક્ત નફો મેળવી શકે છે IOC, BPCL અને HPCL
Adani Airports Holdings અદાણી એરપોર્ટ્સ રચ્યો ઇતિહાસ, વૈશ્વિક સ્તરે ૧૯ અબજ ડોલરના વેલ્યુએશન સાથે બની દુનિયાની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની
Ethanol Blending in Petrol પેટ્રોલમાં હજુ વધુ ઇથેનોલ ભેળવવાની અપાશે છૂટ, ૨૦ ટકાની મર્યાદા વટાવીને આગળ વધશે સરકાર
BRICS Summit 2026 ડોલર ના વર્ચસ્વ ને પડકારવા બ્રિક્સ દેશો તૈયાર, નવી દિલ્હીમાં યોજાનારી સમિટમાં લેવાશે મોટા નિર્ણયો
Exit mobile version