ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્રના સોલાપુરના બીડી ઉત્પાદન સાથે સંકળાયેલી હજારો મહિલાઓ આજીવિકા ગુમાવે એવો ડર છે. હાઈ કોર્ટે કોરાના મહામારી પૂરી થાય નહીં ત્યાં સુધી ધૂમ્રપાન પર કામચલાઉ પ્રતિબંધ મૂકવા બાબતે વિચારણા કરવાનું સૂચન કર્યું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર આ બાબતે વિચારાધીન છે, પરંતુ મહારાષ્ટ્રના સોલાપુરના બીડી ઉત્પાદન ઉદ્યોગે એની સામે વિરોધ કર્યો છે. સોલાપુરમાં બીડી ઉદ્યોગ સાથે 70,000થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. આ મહિલાઓ કામગારોનું પ્રતિનિધત્વ કરતા ટ્રેડ યુનિયનના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નરસૈયા આડમે એની સામે હાઈ કોર્ટમાં અરજી કરી છે. તેમના કહેવા મુજબ ધૂમ્રપાનબંધીનો આદેશ આપવા અગાઉ તેમની બાજુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. તેમણે એવી દલીલ કરી છે કે બીડી ઇન્ડસ્ટ્રી સાથે 70,000થી પણ વધુ મહિલાઓ જોડાયેલી છે. તેમની સાથે તેમનો પરિવાર પણ તેમના પર આધાર રાખે છે. પ્રતિબંધથી આ મહિલાઓ આજીવિકા ગુમાવશે.
શેરબજારમાં તેજીનો દોર યથાવત: પહેલીવાર 56 હજારની ઉપર ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટીએ પણ બનાવ્યો રેકૉર્ડ
નરસૈયા આડમે એવી પણ દલીલ કરી છે કે કોરોનાનો ભોગ બનેલા લોકો ધૂમ્રપાન કરતા હતા, એવો કોઈ અભ્યાસ થયો નથી, એટલે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકતાં પહેલાં તેમની બાજુ સાંભળવી.