Site icon News Continuous Bureau | Mumbai

કોર્ટનું સરકારને સૂચન, કમસે કમ કોરોનાકાળ દરમિયાન તો ધૂમ્રપાન પ્રતિબંધિત કરો, પણ આ સંગઠને કર્યો વિરોધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 18 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રના સોલાપુરના બીડી ઉત્પાદન સાથે સંકળાયેલી હજારો મહિલાઓ આજીવિકા ગુમાવે એવો ડર છે.  હાઈ કોર્ટે કોરાના મહામારી પૂરી થાય નહીં ત્યાં સુધી ધૂમ્રપાન પર કામચલાઉ પ્રતિબંધ મૂકવા બાબતે વિચારણા કરવાનું સૂચન કર્યું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર આ બાબતે વિચારાધીન છે, પરંતુ મહારાષ્ટ્રના સોલાપુરના બીડી ઉત્પાદન ઉદ્યોગે એની સામે વિરોધ કર્યો છે. સોલાપુરમાં બીડી ઉદ્યોગ સાથે 70,000થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. આ મહિલાઓ કામગારોનું પ્રતિનિધત્વ કરતા ટ્રેડ યુનિયનના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નરસૈયા આડમે એની સામે હાઈ કોર્ટમાં અરજી કરી છે. તેમના કહેવા મુજબ ધૂમ્રપાનબંધીનો આદેશ આપવા અગાઉ  તેમની બાજુ પણ ધ્યાનમાં લેવી જોઈએ. તેમણે એવી દલીલ કરી છે કે બીડી ઇન્ડસ્ટ્રી સાથે 70,000થી પણ વધુ મહિલાઓ જોડાયેલી છે. તેમની સાથે તેમનો પરિવાર પણ તેમના પર આધાર રાખે છે. પ્રતિબંધથી આ મહિલાઓ આજીવિકા ગુમાવશે. 

શેરબજારમાં તેજીનો દોર યથાવત: પહેલીવાર 56 હજારની ઉપર ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટીએ પણ બનાવ્યો રેકૉર્ડ

નરસૈયા આડમે એવી પણ દલીલ કરી છે કે કોરોનાનો ભોગ બનેલા લોકો ધૂમ્રપાન કરતા હતા, એવો કોઈ અભ્યાસ થયો નથી, એટલે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકતાં પહેલાં તેમની બાજુ સાંભળવી.

Rupee All Time Low RBI Actions રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં રિઝર્વ બેંક એક્શનમાં કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા કડક નિયમો લાગુ
SBI Ordered To Refund 135 Lakh ખાતામાંથી પૈસા કપાયા પણ ન આવ્યો SMS એલર્ટ SBI ને ₹1.35 લાખ 9% વ્યાજ સહિત પરત કરવાનો ગ્રાહક અદાલતનો આદેશ
Dear Prime Minister Ambani “ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી” એલોન મસ્કે સ્ટારલિંકના વિવાદમાં મુકેશ અંબાણી પર કર્યો આકરો કટાક્ષ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Exit mobile version