Site icon News Continuous Bureau | Mumbai

Stock Market Crash:શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા મિનિટોમાં સ્વાહા; જાણો બજાર ગગડવા પાછળના મોટા કારણો.

Stock Market Crash:ઈરાન-અમેરિકા યુદ્ધની બજાર પર માઠી અસર; પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ વધારાથી રોકાણકારોમાં ફફડાટ, એશિયાઈ અને અમેરિકી બજારો પણ લાલ નિશાનમાં.

Stock Market Crash: Sensex Plummets 1018 Points at Opening; Nifty Tumbles as Iran-US-Israel War Escalates Global Economic Concerns.

Stock Market Crash: Sensex Plummets 1018 Points at Opening; Nifty Tumbles as Iran-US-Israel War Escalates Global Economic Concerns.

News Continuous Bureau | Mumbai
Stock Market Crash: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતીય શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ૩૦ માર્ચ, સોમવારના રોજ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ ભારતીય શેરબજારમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ભારે ઘટાડા સાથે ખુલ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. બીએસઈ (BSE) નો ૩૦ શેરનો સંવેદી સૂચકાંક સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટ લપસીને ૭૨,૫૬૫ ના સ્તર પર ખુલ્યો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ ૨૬૯ પોઈન્ટ ના ઘટાડા સાથે ૨૨,૫૪૯ ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ આઈટી, બેંકિંગ અને ઓટો સેક્ટરના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

વૈશ્વિક બજારોની સ્થિતિ: એશિયામાં ભારે વેચવાલી

પશ્ચિમ એશિયામાં યુદ્ધ પાંચમા અઠવાડિયામાં પ્રવેશ્યું હોવાથી અને કાચા તેલના ભાવ ૧૧૬ ડોલરને પાર કરી ગયા હોવાથી એશિયાઈ બજારોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે:જાપાન: નિક્કેઈ ૨૨૫ ઇન્ડેક્સમાં ૩.૯૭ ટકાનો ઘટાડો.દક્ષિણ કોરિયા: કોસ્પી ઇન્ડેક્સમાં ૫ ટકાથી વધુનો કડાકો.હોંગકોંગ: હેંગસેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ નીચા લેવલે ટ્રેડ કરી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.

કેમ ગગડ્યું બજાર?

બજારમાં આ ઘટાડા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
યુદ્ધનો ખતરો: ઈરાન પર અમેરિકાના ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી અને ઈઝરાયેલના હુમલાથી અનિશ્ચિતતા વધી છે.
ક્રૂડ ઓઈલ: કાચા તેલના ભાવમાં ઉછાળો આવતા મોંઘવારી વધવાનો ડર છે.
રૂપિયાનું અવમૂલ્યન: ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે વિદેશી રોકાણકારો (FII) સતત વેચવાલી કરી રહ્યા છે.

Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version