Stock Market Crash| શેરબજારમાં મોટું ગાબડું સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની સપાટી નીચે સરકી

Stock Market Crash| પીએમ મોદીની કરકસરની અપીલ અને વૈશ્વિક તણાવની અસર, જ્વેલરી સેક્ટરના શેરમાં ભારે વેચાણ અને રૂપિયો પણ ઐતિહાસિક નીચી સપાટીએ.

by Janvi Soni
Stock Market Crash| શેરબજારમાં મોટું ગાબડું સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24000ની સપાટી નીચે સરકી

 

News Continuous Bureau | Mumbai

Stock Market Crash| સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટી ગિરાવટ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને સોનાની ખરીદી ટાળવા કરેલી અપીલની સીધી અસર બજાર પર દેખાઈ છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 900 પોઈન્ટ જેટલો તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી 23950ની નીચે સરકી ગઈ હતી. ખાસ કરીને જ્વેલરી કંપનીઓના શેરમાં રોકાણકારોએ ગભરાટભર્યું વેચાણ કર્યું હતું.

જ્વેલરી સેક્ટરના શેરમાં મોટું ધોવાણ

વડાપ્રધાન દ્વારા એક વર્ષ માટે સોનાની બિનજરૂરી ખરીદી ટાળવાની સલાહ બાદ જ્વેલરી સેક્ટરના શેરોમાં કડાકો બોલાયો હતો. સેન્કો ગોલ્ડના શેરમાં 8.98 ટકા, કલ્યાણ જ્વેલર્સમાં 7.43 ટકા અને ટાઇટન કંપનીમાં 5.34 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પીએમની અપીલને કારણે લગ્નગાળાની સિઝનમાં સોનાની માંગ ઘટવાની આશંકાએ રોકાણકારોએ મોટાપાયે વેચવાલી કરી હતી, જેનાથી બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

ક્રૂડ ઓઈલ અને મોંઘવારીનો વધતો ખતરો

વૈશ્વિક સ્તરે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી છે. નિષ્ણાતોના મતે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ખોટ દર મહિને 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેના કારણે ચાલુ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. મોંઘવારી વધવાની આ ચિંતાઓએ શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવ્યો છે અને બેન્કિંગ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું છે.

રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસિક ઘટાડો

વૈશ્વિક અનિશ્ચિતતાની અસર ભારતીય ચલણ પર પણ પડી છે. સોમવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો ડોલર સામે 145 પૈસા તૂટીને 94.96ની સપાટીએ પહોંચી ગયો હતો. અમેરિકી ડોલરની મજબૂતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત કરવામાં આવી રહેલી વેચવાલીને કારણે રૂપિયો નબળો પડ્યો છે. કરન્સી માર્કેટમાં આટલો મોટો ઘટાડો ભારતીય અર્થતંત્ર માટે આયાત મોંઘી કરી શકે છે, જે આગામી સમયમાં પડકારજનક બની રહેશે.

👉 આ સમાચાર વાચો:
Pulses Prices। કઠોળના ભાવ ટેકાના ભાવથી નીચે ખેડૂતોમાં ચિંતા અને સરકાર માટે મુશ્કેલ સ્થિતિ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More