Stock Market Crash: બજારમાં અચાનક કેમ મચ્યો હાહાકાર? સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, IT સેક્ટરમાં AI ના જોખમે વધારી ચિંતા; જાણો કયા શેરો સૌથી વધુ તૂટ્યા.

Stock Market Crash: આઈટી સેક્ટરના દિગ્ગજ શેરોમાં 6% સુધીનો કડાકો; સેન્સેક્સ 82,900 અને નિફ્ટી (Nifty) 25,600 ની સપાટીએ પહોંચ્યા.

by Akash Rajbhar
Stock Market Crash Sensex tumbles 800 points, Nifty slips as AI disruption fears rattle IT stocks globally.

News Continuous Bureau | Mumbai

વૈશ્વિક બજારોમાં આવેલા તોફાનની અસર આજે ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શુક્રવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લઈને વધતી જતી ચિંતા છે. ખાસ કરીને આઈટી (IT) કંપનીઓ માટે એઆઈ મોટો ખતરો બનીને ઉભરી રહ્યું હોવાના અહેવાલોથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત થતા જ ટીસીએસ (TCS), ઇન્ફોસિસ (Infosys) અને એચસીએલ ટેક જેવી મોટી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિષ્ણાતોના મતે, અમેરિકન બજારમાં ટેક શેરોમાં આવેલા ઘટાડાની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર પડી છે. બીએસઈ (BSE) ના ટોચના 30 માંથી 24 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

AI ના કારણે આઈટી સેક્ટરમાં કેમ મચ્યો ફફડાટ?

માર્કેટમાં એવી ચર્ચા છે કે નવા એઆઈ ટૂલ્સ પરંપરાગત બિઝનેસ મોડલને નુકસાન પહોંચાડી શકે છે. એન્થ્રોપિક જેવી કંપનીઓએ એવા એઆઈ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે જે કોડિંગ, કાનૂની કામો અને ટેકનિકલ સપોર્ટ જેવી સેવાઓ આપમેળે કરી શકે છે. આનાથી ભારતીય આઈટી કંપનીઓના પ્રોફિટ માર્જિનપર અસર થવાની ભીતિ છે. ઇન્ફોસિસના શેરમાં અંદાજે 6% અને ટીસીએસમાં 5% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : S-400 Missile Deal: ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે લીધો મોટો નિર્ણય: રશિયા પાસેથી 288 નવી મિસાઇલો ખરીદવા માટે આપી મંજૂરી

અમેરિકન બજારમાં 90 લાખ કરોડ રૂપિયા સાફ

અમેરિકામાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલો મુજબ, અમેરિકન બજારમાં આ ઘટાડાથી લગભગ 1 ટ્રિલિયન ડોલર એટલે કે 90 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. ડાઉ જોન્સ અને નેસ્ડેક માં ભારે વેચાણના કારણે એશિયન બજારો પણ દબાણ હેઠળ છે. રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે, જેના કારણે ઈક્વિટી માર્કેટમાંથી નાણાં ખેંચાઈ રહ્યા છે.

કયા શેરો સૌથી વધુ પટકાયા?

શેરબજારમાં માત્ર આઈટી જ નહીં પરંતુ રિયલ એસ્ટેટ અને લોજિસ્ટિક્સ (Logistics) સાથે જોડાયેલા શેરોમાં પણ ગાબડા પડ્યા છે. માર્કેટ કેપિટલાઇઝેશનમાં મોટો ઘટાડો થતા રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે, આ ઘટાડા વચ્ચે રિલાયન્સ અને સ્ટેટ બેંક જેવા અમુક શેરોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે, પરંતુ તે બજારને સંભાળવા માટે પૂરતો નથી. આગામી દિવસોમાં જો વૈશ્વિક સંકેતો નહીં સુધરે તો હજુ વધુ ઘટાડો આવી શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More