News Continuous Bureau | Mumbai
Stock Market Today: શેર બજારમાં સોમવાર બ્લેક મન્ડે સાબિત થયો છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શેર બજાર ઊંધા માથે નીચે આવ્યું છે. બજાર ખુલતા ની સાથે જ સાર્વત્રિક વેચવાલી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આવો જ માહોલ છે.
Stock Market Today: શેર બજાર શા માટે નીચે આવ્યું?
આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટા યુદ્ધના એંધાણ છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે મોટો ભડાકો થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત અમેરિકામાં હાલ ચૂંટણીનો માહોલ છે. આ આખી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારતીય શેર બજાર ( Indian Stock Market ) પર તેનો અસર જોવા મળ્યો છે. ભારતીય શેર બજાર માં લગભગ તમામ શેર રેડ કલરમાં એટલે કે નુકસાનમાં ચાલી રહ્યા છે. એક અનુમાન અનુસાર રોકાણકારોને ( investors ) પાંચ લાખ કરોડથી વધારેનું નુકસાન થયું છે
આ સમાચાર પણ વાંચો : Bangladesh protests : બાંગ્લાદેશમાં હવે આ માંગ સાથે લોકો ઉતર્યા રસ્તા પર, હિસંક પ્રદર્શનોમાં 93 લોકોના મોત; ભારતીયો માટે એડવાઇઝરી જાહેર