News Continuous Bureau | Mumbai
શેરબજારમાં(stock market) દરેક રોકાણકાર ટૂંકા ગાળામાં સારુ રિટર્ન ઇચ્છે છે અને એ પણ હકીકત છે કે ઘણા શેરોએ ટૂંકા અને લાંબા ગાળામાં મોટી કમાણી કરીને આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા શેરો મલ્ટિબેગર રિટર્ન સાબિત થયા છે.
News Detail
શેરબજારમાં દરેક રોકાણકાર ટૂંકા ગાળામાં સારુ રિટર્ન ઇચ્છે છે અને એ પણ હકીકત છે કે ઘણા શેરોએ ટૂંકા અને લાંબા ગાળામાં મોટી કમાણી કરીને આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા શેરો મલ્ટિબેગર રિટર્ન(Multibagger returns) સાબિત થયા છે. કોન્ફિડન્સ ફ્યુચરિસ્ટિક એનર્જટેક લિમિટેડના(Confidence Futuristic Energytech Limited) શેરનું નામ આ યાદીમાં ઉમેરાયું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ શેરમાં દરરોજ અપર સર્કિટ(Upper Circuit) લાગી રહ્યો છે. સોમવારે પણ આ શેર 5 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
5 ટકાનો અપર સર્કિટ લાગ્યા પછી કારોબારી દિવસ દરમિયાન 31 ઓક્ટોબરે BSE પર આ શેર 52 સપ્તાહના નવા હાઈ 650.90ના ભાવે પહોંચ્યો હતો.
એક વર્ષ અને એક મહિનામાં શાનદાર રિટર્ન
કોન્ફિડન્સ ફ્યુચરિસ્ટિક એનર્જટેક લિમિટેડના શેરે છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને 129 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. તે જ સમયે છેલ્લા 6 મહિનામાં આ શેરે રોકાણકારોને 331 ટકા રિટર્ન આપ્યું છે. તે જ સમયે આ વર્ષ 2022માં અત્યાર સુધીમાં કોન્ફિડન્સ ફ્યુચરિસ્ટિક શેરની કિંમત 790 ટકાથી વધુ વધી છે. જ્યારે 1 વર્ષમાં શેરે 1154 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- પહેલી નવેમ્બરથી જો આ કામ નહીં કરો તો ગેસની ડિલિવરી તમારા ઘરે નહીં થાય.
આજથી બરાબર એક વર્ષ પહેલા 1 નવેમ્બર 2021ના રોજ શેરની કિંમત 51.90 રૂપિયા હતી જે હવે વધીને 650.90 રૂપિયા થઈ ગઈ છે. કોન્ફિડન્સ ફ્યુચરિસ્ટિક એનર્જટેક લિમિટેડે હવે તેના શેરને સ્પ્લિટની જાહેરાત કરી છે. એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી મુજબ 16 ઓક્ટોબરે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના શેરને સ્પ્લિટ કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. સ્ટોક સ્પ્લિટ(Stock split) 1:2 ના રેશિયોમાં કરવામાં આવશે. આનો અર્થ એ છે કે દરેક શેરધારકોને દરેક બે શેર માટે એક બોનસ શેર આપવામાં આવશે.
શું છે કંપનીનો બિઝનેસ
કોન્ફિડેન્સ ફ્યુચરિસ્ટિક એનર્જટેક લિમિટેડની સ્થાપના 1985માં કરવામાં આવી હતી. નાગપુર સ્થિત આ ગ્રુપ પેટ્રોલિયમ એન્જિનિયરિંગ કંપની(Petroleum Engineering Company) છે. તે અગાઉ ગ્લોબ ઇન્ડસ્ટ્રીયલ રિસોર્સ લિમિટેડ(GLOBE INDUSTRIAL RESOURCES LIMITED) તરીકે ઓળખાતું હતું. 2017 માં કંપનીનું નામ બદલીને કોન્ફિડેન્સ ફ્યુચરિસ્ટિક એનર્જીટેક લિમિટેડ કરવામાં આવ્યું હતું.
કોન્ફિડન્સ ફ્યુચરિસ્ટિક એનર્જટેક લિમિટેડ ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગ્રાહકો માટે GO GAS બ્રાન્ડ હેઠળ કમ્પોઝિટ એલપીજી સિલિન્ડરોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. આ ઉપરાંત તે ઓક્સિજન, CNG હાઇડ્રોજન અને Co2 જેવા હાઈ પ્રેશરના સિલિન્ડરોનું ઉત્પાદન અને વેચાણ કરે છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન – બેંક એકાઉન્ટ બંધ કરાવવા માંગતા હોય તો આ સમાચાર અવશ્ય વાંચો- તમારી એક ભૂલ કરાવી શકે છે મોટું નુકસાન
નોંધ – કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશેષજ્ઞની સલાહ જરુર લો.