News Continuous Bureau | Mumbai
આદિત પાલીચા એવા છોકરાઓમાં છે જેમણે નાની ઉંમરમાં 1200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આદિત પાલિચા તે કંપનીના CEO છે, જેનું 2022માં મૂલ્યાંકન 900 મિલિયન ડોલર એટલે કે 7300 કરોડને વટાવી ગયું હતું. ખાસ વાત એ છે કે માત્ર એક વર્ષની અંદર આ છોકરાએ તેના મિત્ર સાથે મળીને અબજોની કંપની ઉભી કરી. ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Zepto 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
2001માં મુંબઈમાં જન્મેલા આદિત પાલીચાએ માત્ર 17 વર્ષની ઉંમરે આંત્રપ્રિન્યોરશિપ શરૂ કરી હતી. તેણે GoPool નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂર્ણ કરવા માટે યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો, પરંતુ તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોર્સ અધવચ્ચે જ છોડી દીધો હતો અને તેનો નિર્ણય સાચો સાબિત થયો હતો.
આ સમાચાર પણ વાંચો: રેસિપી / ઘરે જ બનાવો કંદોઈ જેવા માવા પેંડા, નોંધી લો આ સરળ રેસિપી
1 મહિનાની અંદર કરોડોમાં પહોંચ્યો કંપનીનો બિઝનેસ
આદિતે તેના મિત્ર કૈવલ્ય વોહરાની સાથે એપ્રિલ 2021માં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Zepto શરૂ કર્યું. સ્ટાર્ટઅપ શરૂ કર્યાના 1 મહિનાની અંદર, કંપનીનું વેલ્યુએશન 200 મિલિયન ડોલર થઈ ગયું. કોરોના મહામારી દરમિયાન, તેણે 10 મિનિટમાં કરિયાણાની ડિલિવરી કરવા માટે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને તેનો કોન્સેપ્ટ ખૂબ સફળ રહ્યો.
આદિત પાલીચાના મિત્ર અને કંપનીના કો-ફાઉન્ડર કૈવલ્ય વોહરાની વાર્તા પણ આવી જ છે. બંનેએ તેમનો સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સ્ટેનફોર્ડથી અધવચ્ચેથી બહાર નીકળી ગયા. જો કે, અગાઉ બંનેએ કિરંકાર્ટ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું પરંતુ તેઓને તેમની પ્રોડક્ટ બજારમાં યોગ્ય ન લાગતાં તેને બંધ કરી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો: કોરોનાનો ભય હજુ ગયો નથી! 10,542 નવા કેસ આવ્યા, સક્રિય દર્દીઓની સંખ્યા 63,562
કોરોના મહામારીમાં ચાલી પડ્યો બિઝનેસ આઈડિયા
2021 માં બંને મિત્રોએ સાથે મળીને Zepto શરૂ કર્યું. તેના માટે 2021 માં તેમણે 86 ગ્રોસરી સ્ટોર્સ સાથે સહયોગ કર્યો અને 10 લાખ ઓર્ડર આપ્યા. કંપનીના લોન્ચના 5 મહિનાની અંદર વેલ્યુએશન 570 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું. આ સફળતા માટે આદિત પાલીચા અને કૈવલ્ય વોહરાને હુરુન લિસ્ટ અંદર 30 આંત્રપ્રિન્યોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે.
હાલમાં Zepto ભારતના 10 મોટા શહેરોમાં કાર્યરત છે. કંપનીમાં 1,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તે પ્લેટફોર્મ પર 3,000 પ્રોડક્ટ્સની ડિલીવરી કરે છે. જેમાં ફળો, શાકભાજીથી લઈને કરિયાણાની વસ્તુઓનો સમાવેશ થાય છે. ઝેપ્ટોની વિશેષતા તેની ઝડપી ડિલિવરી સર્વિસ છે. તે સામાન્ય રીતે 10 થી 15-16 મિનિટની અંદર ડિલીવરી કરી દે છે.