News Continuous Bureau | Mumbai
Supreme Court : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે જે મુજબ ખોટી જાહેરાત ( False advertising ) પ્રસારિત કરનાર પ્લેટફોર્મ તેમજ ખોટી જાહેરાત બુક કરાવનાર એજન્સીની સાથે હવે જાહેરાત બનાવનાર કંપની પણ એટલી જ જવાબદાર રહેશે. આ ઉપરાંત તમામ કંપનીએ ડેકલેરેશન આપવું પડશે કે તેમની જાહેરાતમાં કોઈપણ બનાવટ નથી.
Supreme Court : સુપ્રીમ કોર્ટનો ચુકાદો કયા મામલે આવ્યો.
સુપ્રીમ કોર્ટમાં અત્યારે જાહેરાત ( Advertisement ) સંદર્ભે મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે. થોડા દિવસ અગાઉ બાબા રામદેવને ( Baba Ramdev ) પણ નિર્દેશો આપવામાં આવ્યા હતા. . ત્યાર પછી આઈએમએ એસોસિએશનના ( IMA Association ) અધ્યક્ષને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને મે મહિનામાં નોટિસ સંદર્ભે જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભ્રામક જાહેરાતોને કારણે ભારતીય ગ્રાહકનું બહુ મોટું નુકસાન થાય છે. અનેક વખત ખોટી જાહેરાતોને કારણે લોકો છેતરાઈ જાય છે. હવે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કડક વલણ લીધું છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai: મુંબઈમાં JVLRનો એક ભાગ 31 મે સુધી રહેશે બંધ, આ માર્ગ પર ભીડ થવાની સંભાવના.. જાણો ક્યાં રહેશે વૈકલ્પિક માર્ગો..