News Continuous Bureau | Mumbai
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ(Side effect of Russia-Ukraine war)ની અસર પુરા વિશ્વને થઈ રહી છે. હવે આ યુદ્ધને કારણે ભારતના હીરા ઉદ્યોગ(Indian Diamond Industry) પર પણ તેની અસર વર્તાઈ રહી છે. રફ હીરાના અભાવે સુરતમાં હીરા વેપાર(Surat Diamond business) ગંભીર રીતે પ્રભાવિત થઇ રહ્યો છે. સામાન્ય રીતે ઉનાળામાં કેટલાક હીરા એકમોમાં એક અઠવાડિયા(vacation)નું વેકેશન રાખવામાં આવે છે. રફ હીરાને અભાવે વેકેશનને લઇ હીરાઉદ્યોગકારોએ મોટી જાહેરાત કરી છે.
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના લીધે કારણે રશિયા પર પ્રતિબંધો મુકાયો છે. તેને કારણે છેલ્લા દોઢ મહિનાથી અલરોસા માઇન્સ(Alrosa Mines)થી રફ હીરાની સપ્લાય બંધ થઈ ગઈ છે. અલરોસા માઇન્સમાંથી નીકળતા હીરા સુરતના હીરા ઉદ્યોગ(Surat Diamond business) માં મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવે છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારો પાસે રહેલા સ્ટોકને લીધે ઉત્પાદન ચાલુ હતું. પરંતુ હવે સ્ટોક સમાપ્ત હીરાઉદ્યોગકારોને મુશ્કેલી નડી રહી હોવાનું સુરત હીજા બજાર સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે.
સુરતમાં 30 ટકા રફ ડાયમંડ રશિયાથી ઇમ્પોર્ટ(Import) કરવામાં આવે છે, પરંતુ હવે રશિયાથી ઈમ્પોર્ટ જ બંધ થઈ ગઈ છે, તેથી હીરાઉદ્યોગકારોને ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે. અત્યાર સુધી હીરાઉદ્યોગકારોએ તેમની પાસે પડેલા સ્ટોકના આધારે કામ કરતા હતા, જેમાં કામના કલાકો ઘટાડીને અને અઠવાડિયામાં બે રજાઓ કરીને પણ કારખાનાઓ ચાલુ રાખ્યા હતાં. પરંતુ હવે સ્ટોક ખૂટતા હીરાઉદ્યોગકારો મૂંઝાઇ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અર્થતંત્રને મોટો ઝટકો! અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ, આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે..
હાલ સ્કૂલોમાં પણ ઉનાળાનું વેકેશન હોવાથી કેટલાક કારખાનેદારોએ બે અઠવાડિયાની તો કેટલાક 10થી 12 દિવસ વેકેશનની જાહેરાત કરી છે.
સુરતના હીરાબજાર સાથે જોડાયેલા વેપારીના કહેવા મુજબ રશિયાના હીરા આવતા બંધ થઇ જતા ડાયમંડ ઇંડસ્ટ્રીમાં રફ હીરાની શોર્ટેજનો માહોલ છે. તેથી અનેક ઉદ્યોગકારોએ ઉત્પાદન ઓછું કરી નાખ્યું છે. જ્યારે કેટલાકે તો નાછૂટકે બે અઠવાડિયા સુધીની રજા જાહેર કરી નાખી છે. સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં ઉનાળામાં અમુક ઉદ્યોગકારો એક અઠવાડિયા સુધીનું વેકેશન રાખે છે. પરંતુ ચાલુ વર્ષે રફ હીરાની અછત હોવાથી બે અઠવાડિયા સુધીની જાહેરાત પણ કેટલાક ઉદ્યોગકારોએ કરી છે. તો અમુક હીરા ઉદ્યોગકારોએ પોતપોતાની સુવિધા પ્રમાણે રજાઓની જાહેરાત કરી છે.