Site icon

સુરતથી આવ્યા સારાં સમાચાર : યુએસની માંગને પહોંચી વળવા માટે ઓવરટાઇમ કરતા સુરતના ડાયમંડ એકમો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

14 ડિસેમ્બર 2020

આર્થીક મંદીના સમયમાં સુરતથી એક સારા સમાચાર મળ્યા છે. હિરા ના વેપારીઓ ને અમેરિકાથી એટલો મોટો ઓર્ડર મળ્યો છે કે તેઓ રાતદિવસ ઓવર ટાઈમ કરી રહયાં છે. 2020 નું આખું વર્ષ કોરોના નામની મહામારીમાં ગયું હતું. પરંતુ સામે ડિસેમ્બરમાં નાતાલ અને ફેબ્રુઆરીમાં ચાઈનીઝ નવું આવતું હોવાથી હીરામાં મોટી માંગ નીકળી છે.

રોગચાળાને લીધે હીરાની ખાણો બંધ રહી હોવાથી રફ હીરાની અછત ઉભી થઈ છે અને એકમો ફરીથી ખોલ્યા બાદ સુરતનો શેર ઘટ્યો હતો પરંતુ હવે સ્થિતિ પલટી છે. હવે હીરા નિકાસકારોએ યુએસ તરફથી આવી રહેલી માંગને પહોંચી વળવા સામાન્ય સમય ઉપરાંત ઓવરટાઈમ એકમો ચલાવવાની જરૂરિયાત ઉભી થઇ છે.

 

નિકાસકારોએ જણાવ્યું હતું કે, ચીની નવા વર્ષ માટેની માંગ ટૂંક સમયમાં આવે તેવી અપેક્ષા છે. 2021 માં ચાઇનીઝ નવું વર્ષ 12 ફેબ્રુઆરીએ આવે છે. આ વર્ષે, કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે ચાઇનામાં નવા વર્ષ દરમિયાન હીરાના વેચાણની અસર થઈ હતી. 

બીજીબાજુ  દર વર્ષે નાતાલ પર દેશવિદેશમાં ફરવા જતાં અમેરિકન આ વર્ષે રોગચાળાને કારણે મુસાફરી કરી શક્યા નથી. ઉપરાંત, તેમની સરકારે કોવિડને લગતી ઘણી આર્થિક સહાય આપી છે. જે પૈસા ઘણાં બધાં લોકોએ બચાવ્યા છે.  જેનો ઉપયોગ તેઓ હવે હીરા ખરીદવા માટે કરી રહ્યા છે. સુરતમાં નાના મોટા મળીને અંદાજે 5000 જેટલા યુનિટ કામો કરે છે. એક એકમના માલિકના જણાવ્યા મુજબ, ત્રણ-ચાર વર્ષ પછી, હીરાના વેપારમાં સુધારો જોવા મળી રહ્યો છે. અને મોટા ભાગના ઓર્ડર અમેરીકાથી મળ્યાં છે. અને ધીમે ધીમે યુરોપથી પણ નાતાલમાં માંગ નીકળવાની સંભાવના હીરાના વેપારીઓ જોઈ રહયાં છે.

 

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version