સુરતનો હીરા ઉદ્યોગ ફરી ખીલ્યો, એન્ટવર્પની 600 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખુલી

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

સુરત

11 મે 2020 

સુરતનાં એસઇઝેડ (સ્પેશીયલ ઇકોનોમિક ઝોન) માં આવેલી 8 મોટી કંપનીઓની પહેલા હોંગકોંગ બાદ આજથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. ત્યારે ડાયમંડ ઉધોગને નવું જીવનદાન મળ્યું છે, કારણકે સુરતથી ડાયમંડ એક્સપોર્ટ શરૂ થતાં જ એની સાથે જોડાયેલા કામકાજો પણ શરૂ થતાં લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ત્યારે જ ડાયમંડ સૌથી મોટું એક્સપોર્ટ હબ ગણાતું ર્હોગકોંગ બજાર ખુલી જતા સુરત હીરા બુર્સ ખાતેથી 3000 કરોડના શીપમેન્ટ એક્ષ્‍પોર્ટ હોગકોંગ ખાતે તાજેતરમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરે આજથી એન્ટવર્પની 600 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો ખોલવા માટે મંજૂરી આપી છે. એન્ટવર્પમાં આજથી બ્રોકર, કુરીયર સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના આંકડાઓ મુજબ માર્ચમાં પોલિશ્ડ ડાયમંડનો ઇમ્પોર્ટ 73 ટકા ઘટ્યો હતો. સુરત એસઇઝેડમાં પણ 8 જેમ્સ એન્ડ જવેલરી કંપનીઓ પ્રોડકશન કરી રહી છે. જાન્યુઆરીમાં બેંક ગેરેન્ટી વગર સુરત હીરા બુર્સથી એક્સપોર્ટને મળેલી પરવાનગીથી સુરતનો હીરા એક્સપોર્ટનો ધંધો ફરી ધમધમી રહ્યો છે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More