Site icon

Tata Group Stocks : ટાટા ગ્રુપની તેજસ નેટર્વક ખોટમાંથી નફામાં પાછી આવી, આવક વધીને ₹1,326.9 કરોડને પાર..

Tata Group Stocks : આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક વાર્ષિક ધોરણે ₹299.3 કરોડની સામે 343.40% વધીને હવે ₹1,326.9 કરોડ થઈ ગઈ હતી. તેમજ કંપનીની ઇન્વેન્ટરી ચોથા ક્વાર્ટરમાં વધીને હવે ₹3,738 કરોડ સુધી પહોંચી છે.

Tata Group Stocks Tata Group's Tejas Network returns to profit from losses, revenue crosses ₹1,326.9 crore..

Tata Group Stocks Tata Group's Tejas Network returns to profit from losses, revenue crosses ₹1,326.9 crore..

News Continuous Bureau | Mumbai

Tata Group Stocks : ટાટા ગ્રુપની ટેલિકોમ સેક્ટર માટે ઓપ્ટિકલ, બ્રોડબેન્ડ અને ડેટા નેટવર્કિંગ ઉત્પાદકો પૂરી પાડતી કંપની તેજસ નેટવર્ક્સ ખોટમાંથી હાલ નફામાં પાછી ફરી છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ₹146.8 કરોડનો નફો કર્યો હતો. જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને ₹11.5 કરોડનું નુકસાન થયું હતું. 

Join Our WhatsApp Community

આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક વાર્ષિક ધોરણે ₹299.3 કરોડની સામે 343.40% વધીને હવે ₹1,326.9 કરોડ થઈ ગઈ હતી. તેજસ નેટવર્ક્સની  ( Tejas Networks )  ઇન્વેન્ટરી ચોથા ક્વાર્ટરમાં વધીને હવે ₹3,738 કરોડ સુધી પહોંચી છે.

 Tata Group Stocks : કંપનીએ સરકારની PLI સ્કીમ હેઠળ ₹32.66 કરોડ મેળવ્યા હતા…

પરિણામોની સાથે કંપનીએ જણાવ્યું કે ચોથા ક્વાર્ટરના અંત સુધીમાં તેની પાસે ₹641 કરોડની રોકડ હતી. જો કે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, કંપનીએ ઉધાર લેવાનો આશરો લીધો હતો. તેના કારણે માર્ચના અંત સુધીમાં કંપનીની ₹1,744 કરોડની દેણદારી છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway: આજે પશ્ચિમ રેલવે સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે.

કંપનીએ FY23માં ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ ( Telecom and Networking Products ) માટે સરકારની PLI સ્કીમ હેઠળ ₹32.66 કરોડ મેળવ્યા હતા. સાંખ્ય લેબ્સને સેમિકન્ડક્ટર ડીએલઆઈ સ્કીમ હેઠળ પણ મંજૂરી મળી હતી. ચોથા ક્વાર્ટરમાં, કંપની અને તેની પેટાકંપનીઓએ પણ કુલ 22 પેટન્ટ મેળવ્યા છે, જેના પછી કંપની પાસે પેટન્ટની કુલ સંખ્યા હવે વધીને 355 થઈ ગઈ છે.

પરિણામો જાહેર થયા પહેલા, તેજસ નેટવર્કના શેર   સોમવારે 16.83% ના વધારા સાથે ₹905.75 પ્રતિ શેર પર બંધ થયા હતા. છેલ્લા એક મહિનામાં આ સ્ટોકમાં 35%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં 44%ની વૃદ્ધિ જોવા મળી છે. જો કે, આ વર્ષે અત્યાર સુધી સ્ટોક ( Stock Market ) લગભગ ફ્લેટ જ રહ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Mexico: અમેરિકા બાદ મેક્સિકોનો ‘ટેરિફ બોમ્બ’ ભારતીય ઉત્પાદનો પર ૫૦% ટેરિફ લગાવીને આ દેશે કેમ લીધો આ મોટો નિર્ણય?
Gold and silver prices: ગોલ્ડ-સિલ્વર પ્રાઇસ ચાંદીનો ભાવ આસમાને, સોનામાં પણ તેજી; આજે જ્વેલરી ખરીદતા પહેલા જાણી લો આ ભાવ!
US Tariff India: અમેરિકન ટેરિફ પર રઘુરામ રાજનનો ધમાકો ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ મુદ્દે પાકિસ્તાનનો કેમ કર્યો ઉલ્લેખ?
Silver Rate Record: ચાંદીના ભાવમાં આવી સુનામી, સિલ્વર રેટ ₹૨ લાખની નજીક, રોકાણકારો માટે શું છે સંકેત?
Exit mobile version