Site icon

હવે આગળ શું? / ટાટા ગ્રુપની બિસ્લેરી સાથેની ડીલ અટકી! ભાગેદારી ખરીદવાને લઈ થઈ રહી હતી ચર્ચા

બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટમાં ટાટા ગ્રુપનો હિસ્સો ખરીદવાનો સોદો અટકી ગયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટાટા ગ્રૂપ સાથે બિસ્લેરી ખરીદવા માટે વાતચીત ચાલી રહી હતી, પરંતુ બંને જૂથો વચ્ચેનો સોદો હજુ અટકી પડ્યો છે

Tata Group’s talks over $1 billion Bisleri stake stall

હવે આગળ શું? / ટાટા ગ્રૂપની બિસ્લેરી સાથેની ડીલ અટકી! ભાગેદારી ખરીદવાને લઈ થઈ રહી હતી ચર્ચા

News Continuous Bureau | Mumbai

Tata-Bisleri Deal: બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ (Bisleri Water Supply Company) માં ટાટા ગ્રુપનો હિસ્સો ખરીદવાનો સોદો અટકી ગયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટાટા ગ્રૂપ સાથે બિસ્લેરી ખરીદવા માટે વાતચીત ચાલી રહી હતી, પરંતુ બંને જૂથો વચ્ચેનો સોદો હજુ અટકી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપ અને બિસ્લેરી વચ્ચે ડીલની ચર્ચાએ ખૂબ જોર પકડ્યો હતો.

Join Our WhatsApp Community

બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (Bisleri Water Supply Company) ના માલિકની યોજના કંપનીનો હિસ્સો વેચીને આ સોદામાંથી 1 બિલિયન ડોલર એકત્ર કરવાની હતી. મામલાના જાણકારે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ડીલને લઈને અવરોધ ઉભો થયો છે, કારણ કે કંપનીઓ મૂલ્યાંકન પર સહમત થઈ શકી નથી. જો કે આ ચર્ચા ફરી શરૂ થઈ શકે છે અને તેને ખરીદવાના દાવેદારો આગળ આવી શકે છે. ટાટા અને બિસ્લેરી (Tata Bisleri Deal) ના પ્રતિનિધિઓએ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  નવા મહિનામાં મોંઘવારીનો નવો માર, ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો.. જાણો નવા રેટ..

બિસલેરી સાથે કેમ ડીલ અટકી

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંને કંપનીઓ વચ્ચે કરારના અભાવે આ ડીલ અટકી પડી છે. કંપનીઓના વેલ્યુએશન અંગેનો મામલો સ્પષ્ટ થયો નથી. આવી સ્થિતિમાં વાતચીત હજુ અટકી પડી છે. બિસ્લેરી ટાટાને હિસ્સો (Tata Bisleri Deal) વેચવા માટે વાટાઘાટ કરી રહી હતી, બિસ્લેરી ના ચેરમેન રમેશ ચૌહાણે નવેમ્બરમાં એક મુલાકાતમાં આ અંગે જણાવ્યું હતું.

ભારતમાં બિસલેરીનો મોટો હિસ્સો

બિસ્લેરી 1949માં આવી હતી. વેબસાઇટ મુજબ, બિસ્લેરીને 1969માં ઈટાલિયન ઉદ્યોગસાહસિક પાસેથી ખરીદવામાં આવી હતી. ભારતમાં બિસ્લેરી વોટર બિઝનેસનો 60 ટકા હિસ્સો તેની પાસે છે. કંપની હેન્ડ સેનિટાઈઝર પણ બનાવે છે. તે જ સમયે, ટાટા ગ્રુપ હિમાલયન નેચરલ મિનરલ વોટર અને ટાટા વોટર પ્લસ બ્રાન્ડ્સ સાથે પાણીના બિઝનેસમાં છે. જો ટાટા ગ્રુપની બિસ્લેરી સાથે ડીલ થશે તો તે વોટર બિઝનેસમાં મોટી કંપની બની જશે.

 

 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Exit mobile version