Site icon

ખુશખબર.. ટાટા સ્ટીલ પોતાના કર્મચારીઓ વચ્ચે 235 કરોડ રૂપિયાનું બોનસ ચૂકવશે .

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 સપ્ટેમ્બર 2020 

ટાટા સ્ટીલના અંદાજે 32 હજાર કર્મચારીઓ માટે એક મોટી ખુશખબરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તે નાણાકીય વર્ષ 2019-20 માટે તેના કર્મચારીઓને 235.54 કરોડ રૂપિયા બોનસ રૂપે ચૂકવશે. ટાટા સ્ટીલના નિવેદન મુજબ ટાટા સ્ટીલ અને ટાટા વર્કર્સ યુનિયન (ટીડબલ્યુયુ) ના વાર્ષિક બોનસની ચુકવણી માટેના મેનેજમેન્ટ વચ્ચે સોમવારે સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર થયા હતા. ટાટા સ્ટીલના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ટી.વી.નરેન્દ્રન અને ટીડબ્લ્યુયુ પ્રમુખ આર.રવિ.પ્રસાદ દ્વારા આ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર થયા હતા.

એકાઉન્ટિંગ વર્ષ 2019-20 માટે 235.54 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કરાયું છે. કંપનીએ જણાવ્યું હતું કે, કોવિડ-19  ને કારણે મુશ્કેલ વર્ષ હોવા છતાં, ટાટા સ્ટીલે કર્મચારીઓને સંપૂર્ણ બોનસ ચુકવણીની ખાતરી આપી હતી જેનું 3 વર્ષથી પાલન કરવામાં આવે છે.

પાછલા બે ક્વાર્ટરમાં ટાટા સ્ટીલને નુકસાન થયું છે. એપ્રિલથી જૂન 2020-21 દરમિયાન, કંપનીને રૂ 4,648.13 કરોડનું એકીકૃત નુકસાન થયું હતું.  2019-20 ના ચોથા ક્વાર્ટર દરમિયાન કંપનીને 1,615.35 કરોડનું નુકસાન થયું હતું.

અગાઉ, એવા અહેવાલ મળ્યા હતા કે ટાટા સ્ટીલ યુકે સરકાર સાથે વાતચીત કરી રહયું છે અને વેલ્સના પોર્ટ ટેલબોટ સ્ટીલમાં આશરે 900 મિલિયન પાઉન્ડ અથવા 1.15 અબજ ડોલરમાં 50 ટકા હિસ્સો આપવાની ઓફર કરી છે. અહેવાલ મુજબ ટાટા સ્ટીલ દ્વારા યુકે સરકારને તેની યુકે કામગીરી માટે રાજ્યના રોકાણની સુરક્ષાના દરખાસ્તો રજૂ કરવામાં આવ્યા હતા.. એક અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, "વાતચીત હાલ કામચલાઉ તબક્કે છે, અને કોઈપણ સોદાની રચના, તેમજ કોઈપણ નાણાકીય યોગદાનના કદને અંતિમ સ્વરૂપ આપ્યું નથી."

અહીં નોંધનીય છે કે ટાટા સ્ટીલ પાસે યુરોપમાં બે ઇન્ટિગ્રેટેડ (બ્લાસ્ટ ફર્નેસ બેસ્ડ) સ્ટીલ મેકિંગ સાઇટ્સ છે – એક સાઉથ વેલ્સના પોર્ટ ટેલબબેટમાં અને બીજી નેધરલેન્ડ્સમાં ઇજમુઇડેનમાં છે.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version