95
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડા અનુસાર આર્થિક વર્ષ 2023 24 દરમિયાન કુલ ૧૯ લાખ ૫૮ હજાર કરોડ રૂપિયા ડાયરેક્ટ ટેક્સ આવ્યો. જે ગત વર્ષની તુલનામાં 17.70% વધુ છે.
Tax : direct tax આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગે રવિવારે જણાવ્યું કે કોર્પોરેટ ટેક્સનું કલેક્શન પણ વધ્યું છે.
કોર્પોરેટ ટેક્સ 11 લાખ 32 હજાર કરોડ રૂપિયા રહ્યો જે ગત વર્ષની તુલનામાં 13% વધુ છે. આ ઉપરાંત સરકારે ત્રણ લાખ 80 હજાર કરોડ રૂપિયાના રિફંડ પણ જાહેર કર્યા છે. સરકારી આંકડા અનુસાર પર્સનલ ઇન્કમટેક્સ 24 ટકા વધીને 12,00,000 કરોડ રૂપિયા થઈ ગયો છે.
Tax : direct tax વધવાનો અર્થ શું છે.
ડાયરેક્ટ ટેક્સ વધવાનો અર્થ એ થાય છે કે ભારતમાં અર્થતંત્ર હરણફાળ ભરી રહ્યું છે. લોકોની કમાણી વધી રહી છે. આ કારણથી સરકારનું ટેક્સ કલેક્શન પણ વધી રહ્યું છે.
You Might Be Interested In