ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
અગ્રણી ઈન્ટરનેટ કંપની ગૂગલ મુકેશ અંબાણીના જીયો પ્લેટફોર્મમાં 7.73 ટકા ભાગીદારી ખરીદશે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ બુધવારે એક ટ્વિટ કરી આ પ્રસ્તાવને મંજૂરી આપવાની જાહેરાત કરી. અગાઉ જુલાઈ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી કે ફેસબુક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેકનોલોજી વેન્ચરમાં 7.7 ટકા હિસ્સો ખરીદવા માટે રૂપિયા 33,737 કરોડ (4.5 અબજ ડોલર)નું રોકાણ કરવા સહમત થઈ ગયુ છે.
નોંધનીય છે કે, ચોક્કસ મર્યાદાથી વધારે મોટા સોદા માટે CCI પાસેથી મંજૂરી મેળવવી જરૂરી હોય છે. CCI કારોબાર જગતના તમામ ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા ઘટાડતી ગતિવિધિઓ પર અંકૂશ લગાવવાનું કામ કરે છે.
આ ફંડ આગામી 5-7 વર્ષમાં ભારતના ડિજિટલ ઈકોનોમીમાં તેજી લાવવા માટે કામ કરવા ઈચ્છે છે. આ માટે આ ફંડ શેરોમાં રોકાણ, પાર્ટનરશિપ એન્ડ ઓપરેશનલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઈકોસિસ્ટમ ઈન્વેસ્ટમેન્ટનો ઉપયોગ કરશે.
ગૂગલ અને જિયો પ્લેટફોર્મ્સ સાથે મળી સસ્તા સ્માર્ટફોન તૈયાર કરવા એક કોમર્શિયલ સમજૂતી કરી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ તથા પ્લે સ્ટોરના ઓપ્ટિમમ ઉપયોગ કરવામાં આવશે અને તેનું વિસ્તરણ વિશ્વભરમાં કરવામાં આવશે..