ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઈ,5 એપ્રિલ 2021
સોમવાર
દેશ ના સૌથી જૂના કાપડ બજારે પણ કોરોના મહામારી ના કારણે ત્રાહિમામ પોકારી દીધો છે. મુંબઈ નું 187 વર્ષ જૂનું કાપડબજાર એટલે મુળજી જેઠા માર્કેટ. કોરોના ને લીધે હવે એ બજાર નો વેપારી વર્ગ પણ મુશકેલી માં મુકાઈ ગયો છે.
મુળજી જેઠા માર્કેટ ના વેપારીઓની તો જાણે દશા બેઠી છે, પેહલા જીએસટી નો કાયદો આવ્યો, પછી આર્થિક મંદી અને હવે કોરોના . ગયા માર્ચ મહિનાથી દેશ માં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયા બાદ તેની અસર ઘણા બધા ધંધા ને થઈ હતી. એમાંથી એક કાપડ બજાર પણ છે. પરંતુ આ માર્ચ સુધી વેપારી જ્યાં માંડ માંડ આર્થિક દ્રષ્ટિ એ ઉપર આવવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં જ મહારાષ્ટ્ર સરકારે ફરીથી જાહેર કરેલા આંશિક લોકડાઉન ને પગલે વેપારી ઓ ફરીથી મુશ્કેલી માં સપડાઈ ગયા છે. પોતાનો ગુસ્સો મહારાષ્ટ્ર ની ઠાકરે સરકાર પર ઠાલવે છે. ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડ એસોસિએશન ના અધ્યક્ષ વીરેન શાહે પોતાનો અવાજ બુલંદ કરતા કહ્યું કે ,"સરકારે જે પગલું ભર્યું છે તે ખોટું છે, અમને તેનું ખુબ નુકશાન થશે, તો તેની ભરપાઈ સરકારે કરવી પડશે. તેમણે અમારી તમામ દુકાનો નું ભાડું અને સઘળાં બિલ ભરપાઈ કરવા પડશે.સરકાર ને વેપારીઓની તલકીફનો અણસાર પણ નથી."