કેન્દ્ર સરકારની આ યોજનાથી શું ટેક્સટાઇલ સેક્ટરને નવજીવન મળશે? જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 જુલાઈ, 2021

શનિવાર

લાંબા સમયથી જેની પ્રતીક્ષા થઈ રહી હતી એ ટેક્સટાઇલ સેક્ટર માટે 10,683 કરોડ રૂપિયાની પ્રોડક્શન  લિન્ક ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનો ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ ફરી નવો મુસદો તૈયાર કર્યો છે.

ઉદ્યોગ નિષ્ણાતો સાથે ચર્ચાવિચારણા બાદ ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ વધુ વૅલ્યુ ઍડિશનને પ્રોત્સાહન આપવા PLI સ્કીમ માટે પાત્ર આઇટમોની યાદીનું રી-ડ્રાફ્ટ કર્યું છે. આ સ્કીમમાં નાના વેપારી ઉદ્યોગ-સાહસિકોનો પણ સમાવેશ કરી શકાય એ માટે ટર્ન ઓવરની ટોચમર્યાદા ઘટાડવાની માગણીનો પણ નવા મુસદામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે PLI સ્કીમનો અમલ ફોક્સ પ્રોડક્ટ ઇન્ટેન્સિવ સ્કીમ મારફત કરાઈ રહ્યો છે. આ સ્કીમ મેન-મેઇડ ફાયબર પ્રોડક્સ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં વૈશ્વિક ચૅમ્પિયનો ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સ્કીમમાં પાંચ વર્ષ માટે  સ્ટીમ્યુલેટેડ ઇક્રીમેન્ટલ  ટર્નઓવર પર 3થી 15 ટકા ઇન્સેન્ટિવ આપવાની જોગવાઈ છે.  

ઇંધણના ભાવ ઓલ ટાઈમ હાઈ, ડીઝલ 100 રૂપિયા ઉપર નીકળી ગયું, તો દેશના આ શહેરોમાં પેટ્રોલ 112 રૂપિયાને પાર   

નવેસરથી ડ્રાફ્ટ તૈયાર કરતાં પહેલાં ઉદ્યોગ-નિષ્ણાતો પાસેથી મળેલી અનેક સૂચનાનો નવા મુસદામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સ્કીમના લાભ તૈયાર ઉત્પાદનો જેવા કે સ્વેટર, ગાર્મેન્ટ્સ, ડાયપર, સેનિટરી નૅપ્કિન પૂરતા મર્યાદિત નહીં રાખતાં વૅલ્યુ ઍડિશનને પ્રોત્સાહન મળે એવા ફાઇબર અને ફિલોમેન્ટ જેવા ઉદ્યોગ માટે પણ જરૂરી ઇન્પુટ્સને પણ આવરી લેવામાં આવવાના છે. આ આઇટમોની યાદી નવેસરથી તૈયાર કરીને સ્કીમની પાત્રતા માટેની ટોચમર્યાદા નીચે લાવવામાં થોડો સમય લાગી ગયો હતો.હવે સ્કીમ તૈયાર છે. કૅબિનેટની મંજૂરી મળતાં જ એનો અમલ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment