News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી વચ્ચે પણ ભારતના અબજોપતિની સંપત્તિમાં વધારો થયો છે સાથે જ ભારતમાં પાંચ વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે, જેમાં ભારતમાં ટોચના 10 ધનાઢ્યોની યાદીમાં ચાર તો ગુજરાતીનો સમાવેશ થાય છે.
બુધવારે જાહેર થયેલા હુરુન M3M ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ ભારતમાં પાંચ વર્ષ પહેલા 2017માં અબજોપતિની સંખ્યા 100 હતી, તેની સામે 2022માં આ સંખ્યા વધીને 215 પર પહોંચી ગઈ છે. ભારતના ટોચના 10 સૌથી અમીર વ્યક્તિ પાસે કુલ 361 અબજ ડોલર જેટલી સંપત્તિ છે. આમાથી 60 ટકાથી વધુની સંપત્તિ તો આ ચાર ગુજરાતીઓ પાસે જ છે.
આ સમાચાર પણ વાંચો : આ અબજપતિઓને પણ કમાણી માં પાછળ મૂકીને ગૌતમ અદાણી નીકળી ગયા આગળ. સંપત્તિમાં આવ્યો આટલા બિલિયન ડોલરનો ઉછાળો. જાણો વિગતે
હુરુન M3M ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ ભારતના ટોચના 10 અમીરોમાંથી ચાર ગુજરાતીઓ છે, જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી , દિલીપ સંઘવી અને ઉદય કોટકનો સમાવેશ થાય છે, જેમની પાસે કુલ 218 અબજ ડોલર (અંદાજે 16.60 લાખ કરોડ)ની સંપત્તિ છે.
લિસ્ટ મુજબ ભારતના અબજોપતિઓમાં પહેલા અને બીજા સ્થાને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી છે. ભારતના ટોચના 10 બિલિયોનર્સના લિસ્ટમાં આવતા ચાર ગુજરાતી ઉદ્યોગપતિઓ સંપત્તિમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 100 ટકાથી લઈને 1830 ટકાનો વધારો થયો છે.
દસ વર્ષમાં ગૌતમ અદાણીની વેલ્થ સૌથી વધુ 1830 ટકા જેટલી વધી છે. જ્યારે દિલીપ સંઘવીની વેલ્થ બમણી થઈ છે.