Site icon

Reliance Retail : રિલાયન્સ રિટેલ કંપનીની શાનદાર કામગીરી, FMCG ક્ષેત્રમાં તમામ મોટી કંપનીઓને પાછળ છોડી બની હવે દેશની સૌથી મોટી રિટેલ ઉદ્યોગ કંપની

Reliance Retail : રિલાયન્સે તાજેતરમાં તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રિલાયન્સ રિટેલ કંપનીનો ગ્રોથ સૌથી વધુ રહ્યો હતો. નાણાકીય વર્ષ 2024માં કંપનીનું કુલ વેચાણ રૂ. 3 લાખ કરોડથી ઉપર ગયું હતું. તેમજ રિટેલ મામલે રિલાયન્સ રિટેલે દેશની મોટી કંપનીઓને પણ પાછળ છોડી દીધી હતી.

The excellent performance of Reliance Retail Company has left behind all the big companies in the FMCG sector and now it has become the largest retail industry company in the country..

The excellent performance of Reliance Retail Company has left behind all the big companies in the FMCG sector and now it has become the largest retail industry company in the country..

News Continuous Bureau | Mumbai 

Reliance Retail : મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની ( Isha Ambani ) કંપની રિલાયન્સ રિટેલે શાનદાર બિઝનેસ કર્યો છે. કંપનીએ અનેક મોટી કંપનીઓને પાછળ છોડીને વેચાણના મામલામાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. આંકડાઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024માં રિલાયન્સ રિટેલનું કુલ વેચાણ 3 લાખ કરોડ રૂપિયા હતું. જે આઈટીસી, એચયુએલ, ડીમાર્ટ, નેસ્લે, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર અને ગોદરેજ કન્ઝ્યુમર સહિત ભારતની ટોચની 7 ગ્રાહક કંપનીઓ કરતાં વધુ હતું. ખાસ વાત એ છે કે આ આંકડો એવન્યુ સુપરમાર્ટના વેચાણના કદ કરતા લગભગ 5 ગણો વધારે હતો. જેણે ગયા નાણાકીય વર્ષના 3 ત્રિમાસિક ગાળામાં રૂ. 56,983 કરોડનું વેચાણ કર્યું હતું. 

Join Our WhatsApp Community

ઘણી બ્રોકરેજ કંપનીઓએ પહેલાથી જ રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન આસમાને પહોંચાડી દીધુ હતું. અનુમાન મુજબ, રિલાયન્સ રિટેલનું મૂલ્યાંકન 110 અબજ ડોલર એટલે કે 9 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જે ITC અને HUL જેવી મોટી FMCG કંપનીઓ ( FMCG companies ) કરતાં ઘણું વધારે છે. હાલમાં ITCનું માર્કેટ કેપ 5.49 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે HULનું મૂલ્ય 5.25 લાખ કરોડ રૂપિયા છે. એવન્યુ સુપરમાર્ટનું મૂલ્ય રૂ. 2.99 લાખ કરોડ છે. નેસ્લે ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. 2.39 લાખ કરોડ જોવા મળી રહ્યું છે. તો ગોદરેજ કન્ઝ્યુમર, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમરનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડથી થોડું વધારે છે.

 Reliance Retail : રિલાયન્સ રિટેલમાં Jio સ્ટોર્સ એટલે કે Jio સેવાઓ પૂરી પાડતી નાની દુકાનોનો પણ સમાવેશ થાય છે …

રિલાયન્સ રિટેલના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા પછી, ICICI સિક્યોરિટીઝે કંપનીનું મૂલ્યાંકન રૂ. 9 લાખ કરોડ આંક્યું હતું. જે નાણાકીય વર્ષ 2024 માટે તેનું વેચાણના ત્રણ ગણું હતું. આ મૂલ્યાંકન અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ દેવું 2.3 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે, રિલાયન્સ રિટેલના કુલ દેવા વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. તદનુસાર, બ્રોકરેજે રિલાયન્સ રિટેલના શેરની ( Stock Market ) કિંમત 1,332 રૂપિયા પ્રતિ શેરનો ( reliance retail share price ) અંદાજ લગાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૨૮ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને રીતે રિલાયન્સ રિટેલની ( reliance retail share ) વધતી હાજરી, માર્જિનમાં સતત સુધારો અને ખાનગી લેબલોના સતત વધતા હિસ્સા સાથે વૃદ્ધિમાં ફાયદો થયો હતો. રિલાયન્સ રિટેલમાં Jio સ્ટોર્સ એટલે કે Jio સેવાઓ પૂરી પાડતી નાની દુકાનોનો પણ સમાવેશ થાય છે અને તેથી રિલાયન્સ રિટેલને આનો ફાયદો પણ થયો છે. રિલાયન્સનું કોમ્યુનિકેશન ઈ-કોમર્સ, ઓનલાઈન જેવા તમામ ક્ષેત્રોમાં કંપની માટે ઉપયોગી રહ્યું છે. કારણ કે, બાકીની કંપનીઓ માત્ર પોતાના ક્ષેત્રમાં જ કામ કરી રહી છે. પરંતુ રિલાયન્સ રિટેલ પોતાનું ક્ષેત્ર વિસ્તારિ રહી છે. આ કારણે સિક્યોરિટીઝના વિશ્લેષકો આગામી બે-ત્રણ વર્ષમાં FMCG સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version