News Continuous Bureau | Mumbai
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ( Shankar thakkar ) જણાવ્યું હતું કે દિલ્હીમાં G-20 સમિટ ( G20 summit ) યોજાઈ રહી છે જે હાલના દિવસોમાં યોજાનારી તેના પ્રકારની અનોખી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ છે. તે વેપાર માટે ઘણા સારા માર્ગો ખોલશે અને દેશભરના વેપારીઓ ( traders ) સમિટમાં લેવાયેલા નિર્ણયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે નાણાકીય સમાવેશ અને ડિજિટલ ટેક્નોલોજીની સ્વીકૃતિ અને કરવેરા નીતિઓમાં સુધારા અંગે કેટલાક વ્યૂહાત્મક નિર્ણયોની અપેક્ષા રાખીએ છીએ, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એસએમઈ વ્યવસાયના ( SME business ) વિકાસ પર નોંધપાત્ર અસર કરશે.
કેટ ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ઇવેન્ટ દરમિયાન અને પછી, G-20 સમિટના વિવિધ નિર્ણયોનો અભ્યાસ કરવા અને તેને સમજવા અને તેને ભારતના વેપારી સમુદાયમાં પ્રસારિત કરવા કેટ, તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના અન્ય સભ્યોમાં શ્રી બ્રિજમોહન અગ્રવાલ, ઓડિશા, શ્રી સુભાષ અગ્રવાલ, કોલકાતા, શ્રી અમર પરવાણી, રાયપુર, શ્રી પંકજ અરોરા, કાનપુર, શ્રી શંકર ઠક્કર, મુંબઈ, શ્રી ધૈર્યશીલ પાટીલ, મહારાષ્ટ્ર, શ્રી. સુમિત અગ્રવાલ, દિલ્હી, શ્રી પ્રકાશ બૈદ, આસામ અને શ્રી એસ.એસ. મનોજ, કેરળ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : AU joins G20: જી 20નો સ્થાયી સભ્ય બન્યો આફ્રિકી સંઘ, PM મોદીએ કરી જાહેરાત, જુઓ વિડીયો..
ભરતિયા અને ખંડેલવાલે બંનેએ જણાવ્યું હતું કે G20 ચર્ચાના પરિણામે, વેપારીઓને FMCG ઉત્પાદનો, કમ્પ્યુટર્સ અને તેના પેરિફેરલ્સ, સંદેશાવ્યવહારના સાધનો, રમકડાં, કપડાઓ ખાસ કરીને ઉની અને સુતરાઉ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ભારતીય હસ્તકલા, હોસ્પિટાલિટી સેવા ક્ષેત્ર સંબંધિત નિકાસ વેપારમાં મોટા પ્રમાણમાં વધારો થવાની અપેક્ષા છે. અને આ સિવાય સાધનસામગ્રી, જેમ્સ અને જ્વેલરી, ફર્નિશિંગ વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેના નિકાસ વેપારમાં પણ વધારો થવાની સંભાવના છે.