ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે 2021
સોમવાર
આવકવેરા વિભાગ જૂન મહિનાની શરૂઆતમાં કરદાતાઓ માટે નવું ઈ-ફાઇલિંગ વેબ પૉર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. એનો ઉપયોગ ITR ફાઇલ કરવા અને અન્ય કર સંબંધિત કાર્યો માટે થઈ શકશે. નવું પૉર્ટલ પહેલાં કરતાં વધુ સુવિધાજનક હશે. જૂના પૉર્ટલ પરથી નવા પોર્ટલ પર માઇગ્રેટ થવા માટે છ દિવસનો સમય લાગશે, જેથી 1થી 6 જૂન દરમિયાન હાલનું પૉર્ટલ બંધ રહેશે.
હવેથી incometaxindiaefilling.gov.in પૉર્ટલ કાર્યરત રહેશે નહિ અને ૭ જૂનથી incometax.gov.in નવું પૉર્ટલ શરૂ કરાશે. ફરિયાદની કોઈપણ સુનાવણી અથવા નિવારણ ૧૦ જૂન પછી જ થઈ શકશે. આ દરમિયાન કરદાતા અને ખાતાના અધિકારી વચ્ચે સુનિશ્ચિત થયેલ કોઈપણ કામ મુલતવી રાખી શકાય છે.
તો હવે કોરોનાની સારવાર માટે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે નવા પૉર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફૉર્મ મળશે. આ સાથે કર અધિકારીઓ નવા પૉર્ટલ દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે ૨૦૨૦-૨૧ માટે રિટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવીને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી કરી છે.