ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
વિશ્વ આખું મંદીના ઝપાટામાં છે. વિશ્વમાં એવા અનેક દેશો છે જેમનો વ્યવસાય પર્યટન પર આધારિત છે. આવા દેશોમાં હાલ કોઈ નથી જઇ રહ્યું જેને કારણે તેમનું અર્થતંત્ર ડગી ગયું છે.
પોતાના દેશને આ તકલીફમાંથી બહાર લાવવા માટે પ્રવાસન આધારિત દેશો નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે.
ભારતની નજીક આવેલા માલદિવ્સે જાહેર કર્યું છે કે તેમના દેશ ની મુલાકાત પર જે પ્રવાસીઓ આવશે તેમને મફત કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
શું તમે મુંબઈમાં છો? રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ કઈ રીતે મેળવશો? અહીં છે અમુક રસ્તા…. અજમાવી જુઓ…
બીજી તરફ યુરોપના માલ્ટા દેશે એવી જાહેરાત કરી છે કે જે કોઈ વ્યક્તિ તેમના દેશની મુલાકાત લેશે તેને 20 હજાર રૂપિયાનો એલાવન્સ આપવામાં આવશે. એટલે કે જે વ્યક્તિ આ દેશમાં ફરવા જશે તેમને કેશ રીબેટ મળશે. આમ વિશ્વના અનેક દેશો મંદીની બહાર આવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે.
