Godrej: જૂની અને જાણીતી બ્રાન્ડ ગોદરેજે રેફ્રિજરેટરના રંગરૂપ બદલ્યા, ચાર દરવાજા વાળું ફ્રીજ આવ્યું..

Godrej: નવા ગોદરેજ ઇઓન વેલ્વેટ 4-ડોર રેફ્રિજરેટર સાથે લક્ઝુરી સ્ટાઈલ અને સુવિધાનો અનુભવ કરો

by NewsContinuous Bureau
The old and well-known brand Godrej has changed the face of refrigerators, with a four-door fridge

News Continuous Bureau | Mumbai

Godrej: ગોદરેજ ઇઓન (Godrej Eon ) વેલ્વેટ  4-ડોર રેફ્રિજરેટર ( Refrigerator ) સાથે તમારા રસોડાને અપગ્રેડ કરો. જે વિવિધ જરૂરિયાતોને અનુરૂપ વર્સેટાઈલ  ( versatile ) કુલિંગ વિકલ્પો પ્રદાન કરતી સ્ટાઈલ અને કાર્યક્ષમતાનુ પર્ફેક્શન છે. પ્રભાવશાળી વિશાળ 670 લીટરની  ( 670 Liter )કુલ ક્ષમતા ( capacity) , મોટી છાજલીઓ (શેલ્વસ) ( large shelves ), ઊંડા અને સરળ-થી-સ્લાઇડ ડ્રોઅર્સ (slide drawers ) સાથે આ ફ્રિજ ( fridge ) તમારી તમામ ખાદ્ય ચીજો માટે પૂરતી સ્પેસ સાથે આવે છે. તે ભારતીય પરિવારો ( Indian families ) માટે એક આદર્શ પસંદગી બને છે.

તેનું કન્વર્ટિબલ મોડ ( convertible mode ) એક વધારાના ઝોનને મંજૂરી આપે છે જે ફ્રીઝર ( freezer ) અથવા ફ્રિજ તરીકે સેવા આપી શકે છે. -18°C થી 5°Cની વચ્ચે તાપમાન કસ્ટમાઇઝેશનની ( customization ) શક્યતા સાથે 81% ફ્રિજ સ્પેસને અનલોક કરી શકાય છે, ખાસ કરીને જ્યારે શાકભાજીનું પ્રમાણ વધારે હોય ત્યારે અત્યંત ઉપયોગી બને છે. સુપર ફ્રીઝર, સુપર કૂલ અને હોલીડે મોડ વિકલ્પો અનુક્રમે હેવી-ડ્યુટી કૂલિંગ અને વીજ બચત કરે છે. ડ્યુઅલ-ટેક કૂલિંગ અને એડવાન્સ્ડ ઇન્વર્ટર ટેક્નોલોજી દ્વારા સંચાલિત, આ રેફ્રિજરેટર કાર્યક્ષમતા  (efficiency ), ટકાઉપણું ( durability )અને શાંત કામગીરી ( quiet operation)સેવા પ્રદાન કરે છે. દરવાજો ખુલ્લો રહી જાય ત્યારે તે તમને ચેતવણી આપતું ડોર એલાર્મ ફંક્શન પણ ધરાવે છે.

નવા લોન્ચ થયેલા 4-ડોર રેફ્રિજરેટર અંગે ગોદરેજ અપ્લાયન્સિસના પ્રોડક્ટ ગ્રૂપ હેડ અનુપ ભાર્ગવે  ( Anup Bhargava ) જણાવ્યું હતું કે, “અમે ગોદરેજ ઇઓન વેલ્વેટ 4-ડોર રેફ્રિજરેટર રજૂ કરવા બદલ ઉત્સાહી છીએ. જે અમારા પ્રીમિયમ રેફ્રિજરેટર્સના પોર્ટફોલિયોમાં લેટેસ્ટ એડિશન છે. એડવાન્સ કુલિંગ સુવિધાઓ અને બહુવિધ કાર્યક્ષમતાઓના મિશ્રણ સાથે, આ પ્રોડક્ટ ગ્રાહકોના જીવનને સમૃદ્ધ બનાવવા પ્રત્યેના અમારા સમર્પણનો પુરાવો છે. અમે એક માસ્ટરપીસ બનાવ્યું છે, જે ફક્ત તમારા રસોડાની સુંદરતામાં વધારો ઉપરાંત ગ્રાહકોની ઘણી બધી જરૂરિયાતોને પણ પૂરી કરે છે, જેમાં વિસ્તૃત સ્ટોરેજ અને સગવડતા સહિત સુવિધાઓ સમાવિષ્ટ છે.”

ઇઓન વેલ્વેટ રેફ્રિજરેટર સ્ટાઈલ અને ઉત્કૃષ્ટ કામગીરીનો આનંદ આપતા રસોડાને લક્ઝ્યુરિયસ લુક આપતા ગ્રેફાઇટ બ્લેક અને આઇનોક્સ સ્ટીલ જેવા બે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. આ રેફ્રિજરેટર હાલ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં તમામ ઓફલાઈન સ્ટોર્સ પર રૂ. 1,20,000ની એમઆરપી પર ઉપલબ્ધ છે.

 

Join Our WhatsApp Community

You may also like