News Continuous Bureau | Mumbai
BSNL 4G: સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL આ વર્ષે ઓગસ્ટથી દેશભરમાં સંપૂર્ણ રીતે સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત 4G સેવાઓ શરૂ કરશે. ભારત સંચાર નિગમ લિમિટેડ ( BSNL ) ના અધિકારીઓએ 4G નેટવર્ક પર 40-45 મેગાબિટ પ્રતિ સેકન્ડ (Mbps)ની મહત્તમ ઝડપ રેકોર્ડ કરવાનો દાવો કર્યો છે. પાયલોટ તબક્કો અથવા પ્રાયોગિક તબક્કા દરમિયાન 700 MHz ના પ્રીમિયમ સ્પેક્ટ્રમ બેન્ડ સાથે 2,100 MHz બેન્ડમાં પણ તેને રજૂ કરવામાં આવ્યું છે.
કંપનીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની TCS અને ટેલિકોમ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સ્વદેશી રીતે વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પંજાબમાં 4G સેવાઓ ( 4G services ) શરૂ કરી છે અને આમાં કંપની લગભગ આઠ લાખ ગ્રાહકોને ઓનબોર્ડ કરી ચૂકી છે.
BSNL 4G: BSNL દ્વારા સમગ્ર ભારતમાં 4G અને 5G સેવાઓ માટે 1.12 લાખ ટાવર સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે…
ઇકોનોમીક ટાઈમ્સના અહેવાલ મુજબ, C-DOT દ્વારા બનાવવામાં આવેલ 4G કોર પંજાબમાં BSNL નેટવર્કમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેની સ્થાપના ગયા વર્ષે જુલાઈમાં કરવામાં આવી હતી. આવી જટિલ ટેક્નોલોજીની સફળતાને સાબિત કરવામાં 12 મહિનાનો સમય લાગે છે પરંતુ C-DOT કોરને 10 મહિનામાં જ સ્થિર કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Surat: નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસ’ નિમિત્તે સેમિનાર યોજાયો
મિડીયા અહેવાલમાં વધુમાં જણાવ્યા પ્રમાણે, BSNL ઓગસ્ટમાં દેશભરમાં આત્મનિર્ભર 4G ટેક્નોલોજી ( 4G technology ) ઓફર કરશે. કોર નેટવર્ક એ એક જૂથ છે જેમાં નેટવર્ક હાર્ડવેર, સાધનો અને ટેલિકોમ્યુનિકેશન સેવા સાથે સંકળાયેલ સોફ્ટવેરનો સમાવેશ થાય છે.
BSNL દ્વારા સમગ્ર ભારતમાં 4G અને 5G સેવાઓ ( 5G services ) માટે 1.12 લાખ ટાવર સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કંપનીએ દેશભરમાં 4G સેવા માટે 9,000 થી વધુ ટાવર લગાવ્યા છે. તેમાંથી 6,000 થી વધુ ટાવર પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણા સર્કલમાં છે. TCS, તેજસ નેટવર્ક્સ અને સરકારની માલિકીની ITI એ 4G નેટવર્ક્સ ગોઠવવા માટે BSNL પાસેથી આશરે રૂ. 19,000 કરોડનું ઓર્ડર મળ્યો છે. આ નેટવર્કને 5Gમાં વધુ અપડેટ કરી શકાય છે. સરકારની માલિકીની કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, BSNL છેલ્લા ચાર-પાંચ વર્ષથી માત્ર 4G- સક્ષમ સિમ વેચી રહી છે. આવી સ્થિતિમાં, 4G સેવાનો અનુભવ કરવા માટે ફક્ત એવા ગ્રાહકોને જ નવું સિમ લેવું પડશે જેમની પાસે જૂનું સિમ છે.